________________ પ્રકરણ ૧૧મું - વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) વિદૂષકની ભૂમિકાનું અને તેના કાર્યનું ત્રિવિધ સ્વરૂપ ભરતે કહ્યું હોય, તે પણ એટલેથી જ તેનું કાર્ય પૂરું થતું નથી એમ પ્રત્યક્ષ નાટકે જોતાં જણાય છે. વિદૂષકની વિદી પાત્રની ભૂમિકા, અને વિનેદનિર્મિતિનું તેનું કાર્ય - બંને સાંકેતિક સ્વરૂપનાં અને બીબાંઢાળ બન્યાં હતાં. છતાં વિદૂષકને નાટકીય પાત્ર તરીકે સ્વીકાર્યા પછી, નાટયકથામાં તેને સંબંધ વ્યવસ્થિત સ્થાપિત કરવો, એ નાટકકાર માટે આવશ્યક હતું. વિનેદ અને હાસ્યનિમિતિના સાધન તરીકે જ જે તેને ઉપયોગ કરવામાં આવે, તે તેનું પાત્ર નાટ્યકથાથી છૂટું છવાયું રહી જાય. નાટયકથાના એક આવશ્યક અને અપરિહાર્ય પાત્ર તરીકે તેનું નાટકમાં કેઈ સ્થાન રહે નહીં. તેથી બીજાં પાત્રોની માફક, તેને પણ નાટયથા સાથે તન્મય બનાવવું નાટકકાર માટે આવશ્યક હતું. તેથી વિદૂષકને નાટકના સંવિ નાટકારોએ તેને સેપ્યાં હતાં. તેની નોંધ શાસ્ત્રકારોએ લીધી નથી, પણ તેને અભ્યાસ કર્યા સિવાય વિદૂષકની ભૂમિકા અને કાર્યને સંપૂર્ણ ખ્યાલ આપણને આવી શકે નહીં. (1) નાટયનિવેદનનું કાર્ય પ્રાચીન સંસ્કૃત રંગભૂમિ ઉપર ભવ્ય દો અથવા મોટી નેપથ્થરચના બતાવવી શક્ય ન હતી. પડદાઓને ઉપયોગ પણ મર્યાદિત પ્રમાણમાં જ થ. તેથી એક દૃશ્ય પુરું થઈ બીજુ ક્યારે શરૂ થયું એ સમજવું પ્રેક્ષકો માટે કઠણ હતા. તે પૈકી પહેલી મુશ્કેલી દૂર કરવા સંસ્કૃત નાટકકારોએ નાટયરચનામાં વર્ણનને સમાવેશ કર્યો. સંસ્કૃત નાટકની રચના કાવ્ય તરફ વધુ ઝૂકે છે, અને તેમાં પ્રબંધમાં શોભે એવાં અનેક વર્ણને જણાઈ આવે છે, તેનું એક કારણ આમ નેપથ્થરચના સાથે સંકળાયેલું છે. જે દ દશ્ય સ્વરૂપમાં બતાવી ન શકાય, તેની ખોટ તેઓ વર્ણને દ્વારા પૂરી કરતા. તેથી પ્રેક્ષકે કલ્પનાશક્તિ દ્વારા પણ વણર્ય વસ્તુને ખ્યાલ કરી શકતા. બીજી મુશ્કેલી દૂર કરવા નાતિ પત્રિ