________________ ૧૩ર વિદૂષક વિદૂષકી ચાળા જેઈ આશ્ચર્ય થાય છે. પાંચમા અંકમાં વાત કહેતી વખતે વિદૂષક રાજાનું નામ શહેરને, અને શહેરનું નામ રાજાને આપે છે, અને આમ બંને નામોને ગોટાળા કરી હાસ્ય ઉપજાવે છે. આ બંને પ્રસંગોમાંને વિનોદ સ્પષ્ટ છે. પરંતુ, નાટયઘટનાઓનું સૂક્ષ્મ પરીક્ષણ કરીએ તે હાસ્યનિમિતિ કરતાં પણ તેમાં કોઈ ઊંડે નાટયહેતુ રહેલા જણાય છે. વિદૂષક રાજાને માધવીલતામંડપ પાસે લઈ આવે એમાં અજાણતા પણ નાટયપૂર્ણ ઘટનાનાં બીજ રહેલાં છે. ઉદયન મંડપના દ્વાર પાસે જ બેઠો. હોય છે, તેથી પદ્માવતી, વાસવદત્તા અને દાસી મંડપમાં જ ફસાઈ જાય છે. તેઓ રાજા અને વિદૂષકનો સંવાદ સાંભળી શકે છે. આવી પરિસ્થિતિમાં વિદૂષક રાજાને કઈ રાણી વધુ પ્રિય છે એ સવાલ કરે છે. તેથી વાસવદત્તાના મૃત્યુની યાદ તાજી થાય છે, અને ઉદયનનું દુઃખ વધી પડે છે એ ખરું પરંતુ તેણે આપેલ જવાબને લીધે વાસવદત્તાના દુઃખી દિલને દિલાસો મળે છે, તે પદ્માવતીના મનમાં ગૂઢ માનસિક આઘાત પહોંચે છે, જે તેની શીર્ષ વેદનામાં, અને સ્વગૃહના સ્વપ્નદશ્યમાં પરિણમે છે. વિદૂષકના મૂર્ખાઈભર્યા પ્રશ્નના આવા નાટયપરિણમે ઉભવે છે. પાંચમા અંકમાં રાજાને વાત કહેતી વખતે વિદૂષક ઉજજયિની અને ત્યાંનાં પ્રસિદ્ધ સ્નાનગૃહે વર્ણવે છે. આ બંને સ્થળો ઉદયન અને વાસવદત્તાના પ્રેમપ્રસંગો સાથે સંકળાયેલાં હોવાને લીધે ઉદયનની વાસવદત્તાની યાદ પાછી તાજી થાય છે. તેથી તે વાસવદત્તાને સ્વપ્નમાં જુએ એ સ્વાભાવિક છે. “સ્વપ્નવાસવદત્તા” નાટકને મુખ્ય હેતુ ઉદયન અને વાસવદત્તાનું પુનર્મિલન એ છે. અગ્નિદાહમાં વાસવદત્તા બળી ગઈ છે એવો ઉદયનને ખ્યાલ હોવાને લીધે, અને કાળપ્રવાહમાં પહેલું દુઃખ ભૂલી જવું સ્વાભાવિક હોવાને લીધે ઉદયનનું મન પદ્માવતી તરફ આકર્ષિત થાય છે. એવી સ્થિતિમાં એક બાજુ ઉદયનની વાસવદત્તાની યાદ કાયમ રાખવી, અને બીજી બાજુ પતિપ્રેમને લીધે સ્વાર્થ ત્યાગ કરી અજ્ઞાતવાસની વેદનાઓ ભગવતી વાસવદત્તાને ઉદયનના અવિચળ પ્રેમને. પુરાવો આપતા રહેવું એ નાટ્યપ્રયજનની દષ્ટિએ આવશ્યક છે. વિદૂષકનાં વિવેદી પ્રશ્ન અને અસંબદ્ધ વાતને લીધે આ હેતુ સિદ્ધ થાય છે. કોઈ ગીતમાંના ધ્રુવપદની માફક ઉદયનનું, અને સાથે સાથે પ્રેક્ષકેનું ધ્યાન વાસવદત્તા તરફ પુનઃ પુનઃ દેરવું એ કથાવિકાસનું મહત્ત્વનું કાર્ય અહીં વિદૂષક કરે છે. પ્રતિજ્ઞાયૌગંધરાયણમાં કારાગૃહમાં સપડાયેલા ઉદયનને મળીને યૌગંધરાયણે તેને છૂટા કરવા માટે ઘડેલી જનાઓ તેને જણાવવાની મહત્ત્વની જવાબદારી