________________ 130 સંબંધ જોડવાનું કામ તેને કરવું પડે છે. તેમ જ નાટકની કથાવસ્તુમાં, કોઈ પણ મહત્વની ઘટના પાછળ વિદૂષક પોતે કામ કરતે જણશે. પણ ઘણું વખત તે તેને જાણે જોઈને સેવકનું કામ સંપવામાં આવે છે. દા. ત. “સ્વપ્નવાસવદત્તા'માં સમુગૃહમાં પ્રસિદ્ધ સ્વપ્નદશ્યવાળે પ્રસંગ બને, તે પહેલાં પદ્માવતીનું માથું દુખવાના સમાચાર ઉદયનને કહી, તેને સમુદ્રગ્રહમાં લઈ આવવાની કામગીરી વિદૂષકને સંપવામાં આવી છે. “મૃચ્છકટિકમાં પૂર્ણ ભેટ આપેલ જાતિકુસુમવાસિત પ્રાવારક' (જઈના ફૂલની સુગંધવાળી શાલ) ચારુદત્તને આપવાનું કામ મૈત્રેય કરે છે. ચારુદત્ત ઉંબરા ઉપર કાકબળી મૂકી આવવાનું કામ પણ તેને જ સેપે છે. વસંતસેનાના દાગીના સંભાળવાનું અને તે પછી તે તેને આપી આવવાનું કામ પણ મૈત્રેયને જ કરવું પડે છે. વિક્રમોર્વશીયમાં ઉર્વશીને પ્રેમપત્ર વિદૂષકને સાંભળવો પડે છે. “શાકુંતલ'માં દુષ્યન્તની સેનાને પાછી રાજધાની તરફ લઈ જવા માટે, તથા શકુંતલાનું ચિત્ર રાણ ન જુએ તે માટે ચિત્રફલક મેઘપ્રતિરછંદ પ્રાસાદની અગાસી ઉપર લઈ જવા માટે વિદૂષકની નિયુક્તિ થઈ છે. “રત્નાવલીમાં વિદૂષક રત્નાવલીને રાજા પાસે લઈ જાય છે. આ કામો વિદૂષક એક સેવક તરીકે યંત્રવત કરે છે. (3) દરબારી મશ્કરે વિદુષક એ ખાલી નાયકને સહચર નથી. તેને ઘણી વખત મસ્કરાનું કામ કરવું પડે છે એ અમે ગયા પ્રકરણમાં બતાવ્યું છે. બધાં સંસ્કૃત નાટકમાં નાયક સામાન્યતઃ રાજા હોય છે, અને કથા એ પ્રેમકથા હોવાને લીધે ખરી રીતે રાજાને દરબાર” નાટકમાં આવતા નથી. અતપુર, રાજમહેલની આસપાસ રહેલ પ્રમદવન, સમુદ્રગૃહ વગેરે સ્થળોની પાર્શ્વભૂમિ ઉપર જ કથાની ઘટનાઓ બને છે. છતાં, કાલિદાસનાં નાટકમાં દરબારી વાતાવરણની છાંટ આવી છે, અને તેમાં વિદૂષકની મશ્કરાની ભૂમિકાનાં ઇશદર્શન આપણને થાય છે. “માલવિકાગ્નિમિત્ર'માં ગૌતમ બે નાટયાચાર્યોમાં લઢવાડ કરી આપે છે, અને પોતે દૂર ઊભા રહી તેની મજા જુએ છે. તે ગણદાસ ઉપર સરસ્વતી પૂજાને નિમિર ખાલી લાડવા પચાવવાનો ધંધે કર્યો હોવાને લુચ્ચે આરોપ કરે છે. “શાકુંતલ'ના બીજા અંકમાં, સેનાપતિના સ્વભાવચિત્રણમાં દરબારી હાજીપણુને નમૂને જોવા મળે છે, તેથી માઢથે કરેલી તેની મશ્કરી ગ્ય લાગે છે. દરબારી વાતાવરણ ન હોવા છતાં તેનું સ્પષ્ટ સૂચન રાજશેખરનાં નાટકમાં જોવા મળે છે. “કપૂરમંજરી’માં વિદૂષક અને દાસીને ઝગડે થાય છે, અને તેમાં વિદૂષક ચીડાય છે, ત્યારે “દાસીને માથે મુખવટે મૂકી અને દાઢી ચુંટાડી તેને પિતાની જગ્યાએ દરબારમાં નીમવી જોઈએ