________________ 134 વિદૂષક વળતાં શિકારને ત્રાસ ટળ્યાને તેને આનંદ થાય છે, તે બીજી બાજુ પિતે હવે રાજાના પ્રતિનિધિ, રાજાના નાના ભાઈ અથવા યુવરાજ થયે હોવાનો ગર્વથી તે ફુલાઈ જાય છે. માઢવ્યની આ મુખઈ કથાવિકાસ માટે ખૂબ જ ઉપકારક છે. વિદૂષકની આ બડાઈમાં દુષ્યન્તની અનપત્યતાની નાટચસૂચના રહેલી છે. અર્થાત્ સૈન્યને ભાર દૂર થવાને લીધે યજ્ઞરક્ષણના નિમિત્તે દુષ્યન્ત વારે ઘડીયે આશ્રમમાં આવી શકે છે. આમ શકુંતલા સાથે પરિચય વધારવાની તેને તક મળે છે, જેને પરિણામે ત્રીજા અંકમાં આપણે તેમના પ્રેમની કબુલાત, અને તેની ગાંધર્વ વિવાહમાં પરિણતિ થયેલી જઈએ છીએ. પાંચમાં અંકમાં દુષ્યન્ત વિદૂષકને પિતાને સંદેશે હંસાદિકા પાસે પોંચાડવા મોકલે છે, અને “જેમ અપ્સરાઓને હાથે સપડાયેલ તપસ્વીને મોક્ષ થઈ શકે નહીં, તેમ પતે પણ દાસીઓ પાસેથી છૂટી શકે નહીં, એની ખબર હોવા છતાં વિદૂષક ત્યાં જાય છે. તેથી શકુંતલા દુષ્યન્તના દરબારમાં આવે છે તે વખતે જ તે ગેરહાજર હોય છે. તેથી શંકુતલાની યાદ રાજાને આપી શકે એવું કેઈ ત્યાં રહેતું નથી. દુષ્યન્ત સ્મૃતિનાશને લીધે બધું ભૂલી જાય છે. આમ શંકુતલાના દાણુ પ્રત્યાખ્યાનમાં પાંચમા અંકને અંત આવે છે. છઠ્ઠા અંકમાં વસુમતી રાણીના સમાચાર મળતાં જ વિદુષક ચિત્રફલક લઈ નાસી જાય છે, તે સીધે ઈન્દ્રસારથિ માતલિના હાથમાં જ સપડાય છે, - ત્યાં તેને માર પડે છે, જેથી દુષ્યન્તના ક્ષાત્રતેજને માતલિ તરફથી આવાન મળે છે. આમ દરેક વખતે વિદૂષક બાઘા જે રંગભૂમિ ઉપરથી પડદા પાછળ જય છે, એને તેના પ્રયાણને ઉગ કથાવસ્તુના વિકાસ માટે થાય છે. કાલિદાસના આ નાટયતંત્રનું અનુકરણ શ્રીહર્ષે પણ કર્યું છે. વિષક ગાંડા જેવો મેનાને પીછે પકડે છે, જેથી “રત્નાવલીમાં નાયક અને નાયિકાનું મિલન શક્ય બને છે. પ્રિયદર્શિકા'માં વિદૂષક ઊંધમાં બબડે છે, તેથી રાણીને નાયકનાયિકાના મિલનના ગુપ્ત કારસ્તાનની જાણ થાય છે. પરિણામે નાયિકા અને વિદૂષકને બંદિવાસ ભોગવવો પડે છે. (5) ભાષ્યકારનું કાર્ય વિદૂષક દેખાવમાં ભલે બા જણત હોય, તે પણ તેની કલામાં તે નિષ્ણાત છે. વિદૂષકની વ્યવહારુ હાંશિયારી જ્યારે હળવી ટીકાનું સ્વરૂપ લે છે, ત્યારે જીવનના એક ભાષ્યકાર તરીકે તે આપણું સામે આવે છે. છે. સંસ્કૃત નાટકમાં સાંકેતિક કથાવસ્તુ, અને સમાજની શ્રેષ્ઠ વ્યક્તિ રાજા નાયક હેવાને લીધે વિદૂષકના મુક્ત ભાષ્યને પણું સ્વાભાવિક મર્યાદાઓ પ્રાપ્ત થાય છે,