________________ 114 શ. પ્રેમમાં ઉત્તેજન * ગૌતમ જેવી કામગીરી બધા જ વિદૂષકે બનાવી શકે નહીં. છતાં પ્રેમમાં પડેલ રાજાને ઉત્તેજન આપવાનું કાર્ય લગભગ બધા જ વિદૂષકો કરે છે. નાયકને તે જિગરજાન દેસ્ત ! તેથી નાયકના ખાનગી પ્રેમપ્રકરણની તેને સંપૂર્ણ જાણ હોય છે. નાયક વિદૂષકને વિશ્વાસમાં લઈ પોતાની અવસ્થા વર્ણવે છે; તે વખતે, વિદૂષક નાયકને નાયિકા વિશે બોલવા પ્રેરે છે, અને તેના પ્રેમ વિશે બધું “ખુલ્લે દિલે કહી નાખવા પ્રેરે છે. તે હમેશાં નાયકની સાથે રહે છે, અને નાયિકાની મુલાકાત થાય એ સ્થળે તેને લઈ જાય છે. કેટલીક વાર તે બંનેનું મિલન થાય એવા પ્રસંગો પણ તે ગૂંથી કાઢે છે. દાખલા તરીકે પ્રેમ સાફલ્યમાં અનેક અડચણે હોવા છતાં, અવિમારકના કુરંગી વિશેના પ્રેમને વિદૂષક ઉરોજન આપે છે. નાયિકાના મહેલમાં પ્રવેશ મેળવવાની તેની બહાદુરીની તે પ્રશંસા કરે છે; રાત્રે તેની સાથે તે શહેરમાં જાય છે, અને મોડી રાત સુધી તેને સુરક્ષિત સ્થળે ગુપ્ત આશ્રય આપે છે. “શાકુંતલમાં વિદૂષક જાણી જોઈને દુષ્યન્તનું દિલ દુભાવે છે, અને તેને શકુંતલા વિશે બેલવા પ્રેરે છે. દુષ્યન્ત ઉત્સાહ સાથે પિતાના પ્રેમનું સમર્થન કરે છે, ત્યારે તેના અંતઃકરણની ગાઢ વેદનાઓ પ્રગટ થાય છે, અને સાથે જ કાલિદાસનું કાવ્ય છલકી પડે છે ! હર્ષનાં બંને નાટકમાં પણ વિદૂષક એવી જ ભૂમિકા ભજવે છે. રત્નાવલી'માં વિદૂષક રાજાને કદલીગૃહમાં લઈ જાય છે. ત્યાં તેમને એક ચિત્રફલક મળી આવે છે, અને થોડા વખત પછી નાયિકા પણ મળે છે. નાટયપ્રગ વખતે નાયક અને નાયિકાનું મિલન થાય તે માટે નાયિકાની સખીએ એક બાજી રચી હતી. તેમાં વિદૂષક પણ સામેલ હતે. અર્થાત આખી બાજી પહેલેથી જ ખુલ્લી પડી જાય છે તે વાત જુદી ! “પ્રિયદર્શિકા'માં પણ વિદૂષક રાજાને ભમરાઓ ઉડાડવાનું કહે છે. તેને પરિણામે ગભરાયેલી નાયિકા રાજાને પિતાની બેનપણ સમજી તેની બાથમાં આવી પડે છે ! આ નાટકમાં પણ નાયક અને નાયિકાના મિલન માટે એક બાજુ રચવામાં આવે છે. “નાગાનન્દમાં શરૂઆતમાં નાયક તાપસવ્રત આચરતા હોય છે, તેથી વિદૂષક–આત્રેયને તેને પ્રેમ માટે ઉોજવાની, અથવા વિવાહ માટે પ્રવૃત્ત કરવાની તક સહેલાઈથી મળી રહે છે. વિશાલભંજિકા'માં ચારાયણ રાજાને મકરંદ ઉદ્યાનમાં, અને કીડાપર્વત ઉપર લઈ જાય છે. ત્યાં એક શિલ્પકૃતિમાં રાજાને પિતાની સ્વપ્નસુંદરીનાં દર્શન થાય છે. આ સ્વપ્નની સુંદરી એ જ નાયિકા હોય છે. સ્ફટિકની ભીંત પાછળ તે ઊભી હોય છે. રાજાની અને તેની મુલાકાત થાય છે.