________________ 118 મનુષ્યમાં ઉદાત્તતાને અંશ કેટલા પ્રમાણમાં હૈઈ શકે તેને આપણને ખ્યાલ આવી શકે છે. વિદૂષક નાયક માટે પિતાના પ્રાણ આપી દેવા તૈયાર છે. વિદૂષકમાં (3) લોકપ્રિય ભૂમિકા પૂર્વ રંગમાં હેય, અથવા પ્રત્યક્ષ નાટકમાં હોય, વિનોદ દ્વારા હાસ્યનિર્મિતિ કરવી એ વિદૂષકનું મુખ્ય કાર્ય છે. શૃંગારરસના ચિત્રણમાં વિદૂષક આવશ્યક હેઈ, તે ચતુર બોલનાર અને હાજરજવાબી હોય છે, એમ ભરતે કહ્યું છે.” અગ્નિપુરાણમાં વિદૂષકને વૈહસિક કહેવામાં આવ્યો છે. 21 વિદૂષક “હાસ્યનું નિમિત્ત હોય છે એમ રામચંદ્ર કહે છે. 22 ધનંજય, શારદાતનય, અને વિશ્વનાથ વિદૂષકનું વર્ણન ‘હાસ્ય ઉત્પન્ન કરનાર, હસાવનાર એમ કરે છે.૨૩ વિદૂષક પિતાના કાર્યમાં કુશળ હોય છે, સ્વકર્મજ્ઞ હોય છે. એમ કહેવામાં શાસ્ત્રકારોને તેની વિનેદનિર્મિતિ જ અપેક્ષિત હેાય છે. 24 સ્વાભાવિક રીતે જ, વિદૂષકને ઉપયોગ હાસ્યનિમિતિ માટે કરવામાં આવે છે.૨૫ પોતાની બડાઈ દ્વારા, સીધા સાદા પ્રસંગમાં પણ વાચા અને કૃતિને ગોટાળો કરી, અથવા હાસ્યકારક રંગભૂષા જેવા કૃત્રિમ સાધનો દ્વારા વિદૂષક રંગભૂમિ ઉપર જે વિનોદ કરે તેનું સ્વાગત પ્રેક્ષકેએ મોકળા મનથી કરવું જોઈએ એવું ભારતનું સૂચન છે ! વિદૂષકની ભૂમિકા કરનાર નટે રંગભૂમિ ઉપર કેવી રીતે કામ કરવું એ વિશે ભરતે સૂક્ષ્મ દિગ્દર્શન કર્યું છે. વિદૂષક રંગભૂમિ ઉપર પોતાના વિવેદ દ્વારા જે હાસ્ય નિર્માણ કરે, તેના અંગકૃત, કાવ્યકૃત અને નેપથ્યજ એવા ત્રણ પ્રકારે ભરતે બતાવ્યા છે. (1) દાંત આગળ હેાય એવો, ટાલ વાળા, ખૂધિય, અથવા કદરૂપ -એટલે કે કઈ પણ પ્રકારની શારીરિક વિકૃતિ ધારણ કરી-વિદૂષક પ્રવેશે, અને જે. હાસ્ય નિર્માણ થાય, તે અંગકૃત હાસ્ય કહેવાય. તે જ પ્રમાણે વિદૂષક બગલા જેવા લાંબાં ડગલાં ભરત, અથવા આંખે એકદમ ઊંચી, નીચી અથવા ગોળ ફેરવતે રંગભૂમિ ઉપર ફરે, અને જે હાસ્ય નિર્માણ થાય તે પણ અંગત હાસ્ય કહેવાય. વિદૂષકના સંવાદ દ્વારા નિર્માણ થતું હાસ્ય કાવ્યકૃત હાસ્ય કહેવાય છે. તેને અસંબદ્ધ, નિરર્થક, અને ઘણી વખત ગ્રામ્ય સંવાદ દ્વારા કાવ્યકૃત હાસ્ય નિર્માણ થાય છે. વિદૂષક ઝાડની છાલ, અથવા ચામડું ઓઢીને, ચીથરાં વીંટાળીને, એ કાળા રંગ ચેપડીને અથવા ભસ્મના પટા અથવા ગેસને રંગ લગાડીને રંગભૂમિ ઉપર આવે, ત્યારે નિર્માણ થતું હાસ્ય નેપથ્યજ હાસ્ય કહી શકાય. 27