________________ 116 એટલા તરુણ (નાના) હોય છે, કે તેમને પહેલી પત્ની જ હોતી નથી. “સ્વપ્ન વાસવદત્તામાં નાટકની જયેષ્ઠ રાણી વાસવદત્તા અગ્નિદાહમાં બળી જવાને લીધે ભૂમિકા હોવાને લીધે, તેને ક્રોધ શાંત કરવાને પ્રત્યક્ષ પ્રસંગ ક્યાંયે જણાતો નથી. ઉપરાંત, રાજાના પદ્માવતી સાથે પહેલેથી જ વિવાહ થયેલા હોવાથી, વિદૂષકને મદદ તરીકે કંઈ કરવાનું રહેતું નથી. “મૃછકટિકમાં ધૂતા એટલી ઉદાર છે કે વસંતસેનાની ઈર્ષ્યા કરવાનું તેના મનમાં પણ આવતું નથી. પ્રતિજ્ઞાયૌગંધરાયણની વાત જુદી છે. એમાં વિદૂષક મુખ્યત્વે અમાત્યનાયકને સહચર છે; અને તેથી, ઉદયન અને વાસવદત્તાને પ્રણય અમાત્યની પ્રતિજ્ઞાપૂર્તિથી વિરુદ્ધ છે, એમ તે માને છે, અને એ દષ્ટિએ તે ઉદયનના પ્રેમને વિરોધ કરે છે. વિક્રમોર્વશીયમાં વિદૂષક પુરૂરવાના ઉર્વશી વિશેના પ્રેમ બદલ પહેલેથી જ નારાજ છે. રાજાએ તેને વિશ્વાસમાં લઈ ઉર્વશીના પ્રેમની વાત કહી હોય, તે પણ આ પ્રેમપ્રકરણ છૂપું કેમ રાખવું તેની તેને ચિંતા છે. દાસીને જ્યારે આખા રહસ્યની જાણ થાય છે, ત્યારે રાણીના સમાધાન માટે તે રાજાના મન:પરિવર્તન માટે પ્રયત્ન કરવાનું કબૂલ કરે છે. “શાકુંતલ'માં માઢવ્ય દુષ્યન્તને અનેક પ્રશ્ન પૂછે છે. તેને દુષ્યન્તના પ્રેમ વિશે સંશય છે. રાજા પણ તેને પિતાનાં પ્રેમપ્રકરણોથી દૂર રાખવાનું ઈષ્ટ માને છે. વસંતસેનાથી પિતાનું મન પાછું વાળવા મૈત્રેય ચારુદત્તને ઘણીવાર સમજાવે છે. વસંતસેના વિશે બોલતાં તેની જીભ ઉપર કાબૂ રહેતો નથી, પણ ચારુદત્તને વસંતસેના ઉપર એટલે ગાઢ પ્રેમ હોય છે કે અંતે વિદૂષકને પણ પોતાને વિરોધ છેડી દેવો પડે છે. (2) વિરહાવસ્થામાં વિદન પ્રેમ સફળ થાય ત્યાં સુધી, અથવા પ્રેયસી દૂર હોય તે, નાયકને વિરહદુખ ભેગવવું પડે છે. વિપ્રલંભ શૃંગારના આ પ્રસંગોમાં નાયકને વિદૂષકથી ખૂબ જ મદદ થાય છે. વિદૂષક સાંત્વન આપી રાજાની વિરહદનાઓ ઓછી કરે છે. એક જિગરજાન દોસ્તને અનુરૂપ તે રાજાને અનેક સંકટમાં સાથ આપે છે. અન્ય વિષયે અથવા દો તરફ તે નાયકનું ધ્યાન દોરે છે, અને ક્ષણ માટે તેનું દુઃખ વિસારે પાડવાનો પ્રયત્ન કરે છે. વિનોદ નિર્માણ કરી, અથવા ધીરતાની વાત કહી તે રાજાના મનને બે હલકે કરવાનો પ્રયત્ન કરે છે. આમ મોરંજનનું સાધન નિર્માણ કરી એક સાચા મિત્રને શોભે તેમ તે રાજાને મદદ કરે છે.