________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 115 6 કુપિત સ્ત્રીનું પ્રસાદન સંસ્કૃત નાટકનો નાયક રાજા બહુપત્નીક હોવાને લીધે, તેના નવા પ્રેમપ્રકરણ સાથે એક નો પ્રશ્ન ઉપસ્થિત થતું, અને તે એ કે રાણી અથવા રાણીઓનો ક્રોધ શાંત કરે. એવા મુશ્કેલીભર્યા પ્રસંગોમાં રાજાને પોતાના મિત્રની મદદ લેવી જ પડે. પરંતુ, એવા નાજુક પ્રસંગમાંથી નાયકને બચાવવાનું ચતુર વિદૂષકને પણ કઠણ પડે છે, એમ સંસ્કૃત નાટકોમાંના વિવિધ પ્રસંગે જોતાં જણાઈ આવે છે. નાયક અને નાયિકાનું પ્રણયારાધન ચાલુ હોય ત્યાં જ પાછળથી રાણું આવીને ઊભી રહે, એટલે પછી “સફેદે મારવા વિદૂષકને ગપ્પાં મારવાં પડે છે. તે ખેંચતાણી વિનેદ કરે છે, અથવા આખા પ્રસંગને વળાંક આપી “એવું કાંઈ નથી એવું બતાવવાનો પ્રયત્ન કરે, અને છતાં રાણુને સંતોષ ન વળે તે પછી તે રાજાને તેની માફી માંગવાનું કહે છે, નહીં તે રાજાની વતી પોતે માફી માગે છે ! આ વિદૂષકની હંમેશની પદ્ધતિ છે અનિમિત્ર માલવિકાની પ્રણયાચના કરતે અશોક વૃક્ષ નીચે ઊભે હોય છે, ત્યાં અચાનક ધરાવતી આવી પહોંચે છે. તે વખતે હાજરજવાબી વિદૂષકને પણ કાંઈ સૂઝનું નથી, અને ઊભે પગે દેટ મૂકવા સિવાય બીજો રસ્તે તેને જણાતું નથી ! નાયિકા ઉપર પ્રેમ કરતી વળતે, જો તેમાં સફળતા મેળવવી હોય, તે પહેલી રાષ્ટ્રને ગુસ્સે શાંત કરી તેની સહાનુભૂતિ મેળવવી જોઈએ એવું બધા જ વિદૂષક માને છે. તેથી કેટલાક વિદૂષકો પહેલેથી જ રાણીને પ્રસન્ન રાખવાની ખાસ સલાહ રાજાને આપતા હોય છે. પરંતુ, કુપિત રાણીને પ્રસન્ન કરવા માટેની વિદૂષકની ભૂમિકા કાલિદાસનાં નાટકમાં જેટલી સ્પષ્ટ અને ધ્યાન ખેંચે તેવી જણાય છે, તેટલી અન્યત્ર જણાતી નથી. ધારિણીને બધે વિરોધ ગૌતમ અનેક કુલસિઓ રચી ફગાવી દે છે. તે સર્પદંશનું નાટક કરી બ્રહ્મહત્યાનું પાપ ધારિણીને માથે પાડે છે, અને તેને પોતાની કરી લે છે. ઇરાવતીને ફોધ પણ તેના હાજરજવાબી સ્વભાવને લીધે બહુ વખત ટકતા નથી. માઢવ્ય જેવો બા વિદૂષક પણ, દાસી પિતાને ઝૂડી કાઢશે એ ખબર હોવા છતાં દુષ્યન્તના આગ્રહને લીધે હંસપાદિકાનું સમાધાન કરવા તેના મહેલમાં જાય છે. અને વિક્રમોર્વશીયને માણવક પણ રાજાના ઉર્વશી પ્રત્યેના મેહને દુર કરાવવાનું આશ્વાસન રાણુને દાસી મારફત આપે છે, તે કેવળ રાણીને પ્રસન્ન કરવા ખાતર. વિધી વૃત્તિ કેટલાક નાટકમાં વિદૂષકની મદદન, અથવા નાયકની પહેલી પત્નીનું પ્રસાદન કરવાને પ્રશ્ન જ ઉદ્દભવતો નથી. “અવિમારક” અને “નાગાનન્દના નાયકો