________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 117 શાસ્ત્રમાં બતાવેલી વિદૂષકની આ ભૂમિકા સંસ્કૃત નાટમાં સંપૂર્ણપણે જોવા મળે છે. નાયિકાની પ્રાપ્તિ કરી આપવામાં વિદૂષક કદાચ રાજને મદદ કરી ન શક્ય હાય, કુપિત રાણીને તે પ્રસન્ન કરી શક્યો ન હોય, તે પણ રાજાની વિરહયાતના સુસહ્ય કરવાની કામગીરી તેણે કરી નથી, એવું કદાપિ બન્યું નથી. પ્રેમની ખેંચતાણ ચાલુ હોય, અથવા વિરહના દિવસો આવે ત્યારે સંસ્કૃત નાટકને નાયક હંમેશાં વિદૂષક પાસે આવે છે, અને વિદૂષક પણ તે વખતે વિનોદ કરી, અથવા ડહાપણની વાત કહી, અથવા તે અન્ય ઉપાય દ્વારા રાજાનું મનરંજન કર્યા સિવાય, અથવા તેના “દિલનું દર્દ ઓછું કર્યા સિવાય રહેતું નથી. આ બાબતમાં વિદૂષકને હંમેશને માર્ગ એટલે રાજાને પ્રમદવનમાં લઈ જવાને ! રાજમહેલની બાજુમાં જ રહેલા પ્રમદવનમાં નાયકને લઈ જઈ ત્યાંનાં સૌંદર્યસ્થળ બતાવી, અથવા ઋતુકાલીન વનશ્રી તરફ તેનું ધ્યાન દેરી તેની વિરહવેદનાઓ ભુલાવવાનું કામ તે કરે છે. કેટલીક વખત તે નાયકને તેની પ્રેયસી વિશે બોલવા પ્રેરે છે. માઢવ્ય દુષ્યન્તને એની હૃદયવરાળ કાઢવા દે છે, તેમજ તેને શકુંતલાનું ચિત્ર દેરવા ઉરોજે છે. ભાસને વસંતક નામ અને ગામને ગોટાળો કરે છે, અને એક રમૂજી વાર્તા કહી ઉદયનના હળવા મનને દિલાસો આપે છે. શંકાકુશંકાઓનું નિવારણ કરી નાયકને હિંમત આપવી, તેમજ પ્રેમીઓનું મિલન થાય તે માટે પ્રયત્ન કરવા, એવાં કામો તે વિદૂષક હંમેશાં કરે છે. અને રાજાનું સાંત્વન કરતાં કરતાં, વચ્ચે જ અનપેક્ષિત ઉદ્ગાર વડે હાસ્ય-સ્ફોટ કરે છે તો તેના ડાબા હાથનો ખેલ છે! રાજ વિરહાવસ્થામાં હોય ત્યારે વિદૂષકની તેને પ્રત્યક્ષ મદદ ન થાય, તે પણ તે દ્વારા તે બંનેને પરસ્પર ગાઢ સંબંધ વ્યક્ત થાય છે. પોતાના પ્રેમપ્રકરણમાં વિદૂષકને દૂર રાખનાર દુષ્યન્ત પણ શકુંતલા દૂર હોય ત્યારે “વખત પસાર કરવા વિદૂષક પાસે જ આવે છે. અવિમારકને એવે વખતે તેના જિગરજાત સંતુષ્ટની યાદ આવે છે. કટોકટીને વખતે ચારુદત્ત મૈત્રેયને બોલાવે છે. આ દાખલાઓ રાજા અને વિદૂષકને પરસ્પર ગાઢ સ્નેહ બતાવે છે. નાયકભક્તિ એ વિદૂષકને વિશેષ ગુણ છે. એ શાસ્ત્રવચને ઉપરથી જણાઈ આવશે. પરંતુ એ ભક્તિ અથવા સ્નેહની પરિસીમા જેવી હોય તે આપણે સંસ્કૃત નાટકે તરફ જ વળવું જોઈએ. બધા જ વિદૂષકે બાઘા અથવા મૂર્ખ હેતા નથી. ખાલી હાસ્ય ખાતર તેમને નાટકમાં ખેંચી તાણીને આણવામાં આવતા નથી. નાયકના દુઃખના સાચા સહભાગી તેઓ બની શક્યા છે. “રત્નાવલી માંને વસન્તક, તથા સંતુષ્ટ, મિત્રેય જેવાં વિદૂષકેનાં સ્વભાવ ચિત્રો જોતાં,