________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 119 વિદૂષકે રંગભૂમિ ઉપર કેવી રીતે ઊભા રહેવું, પ્રસંગચિત અભિનય કેવી રીતે કરે, તે વિશેનું વિવેચન પણ નાટ્યશાસ્ત્રમાં આવે છે. સ્વાભાવિક હિલચાલ કરવાની હોય, ત્યારે પિતાની “કુટિલક' નામની લાકડી ડાબા હાથમાં લઈ, જમણે હાથે 4 સુદ તેણે કરવી જોઇએ, અને પછી શરીરની એક બાજુ માથું, હાથ, અને પગ લય અને તાલને અનુસરીને ક્રમે ક્રમે વાળવા જોઈએ.૨૮ એ સ્વાભાવિક ગતિ કહેવાય. એનાથી વિરુદ્ધ એટલે કૃત્રિમ ગતિ, એટલે કે જાણી જોઈને કરેલી ગતિ હોય છે. દા. ત. ગર્વ અથવા શોકની ભાવના બતાવવી હોય તે તેની ગતિ માટેના લય, દત, અને કાલ વિલંબિત હોય છે. ભોજન અથવા વસ્ત્રાદિ અલંકાર જે વિદૂષકને અચાનક ભેટ તરીકે મળે તે તેણે એકદમ ટટ્ટાર ઊભા રહી, અથવા શરીરની કોઈ પણ હિલચાલ કર્યા વગર ખંભિત થયે હેય, એ અભિનય કરી, તે બતાવવું જોઈએ. 28 આમ ત્રિવિધ હાસ્ય અનુક્રમે આંગિક, વાચિક અને આહાર્ય એ ત્રિવિધ અભિનયમાં વહેંચી શકાય. ભરતનાં આ વિધાનનું અનુસરણ ઈતર શાસ્ત્રકારોએ કર્યું છે. રામચંદ્ર કહે છે કે હાસ્ય ઉત્પન્ન કરવા ખાતર વિદૂષક રંગભૂમિ ઉપર જાણી જોઈને ઢીલી ચાલે ચાલે છે. ( વિચૂઢ વિજેતે).૩૦ ભરતે કહેલ ત્રિવિધ હાસ્ય રામચંદ્ર પણ વર્ણવ્યું છે. નેપથ્યજ હાસ્યમાં તેણે વિદૂષકને “અત્યાચ મન્નરમ્' એટલે કે “એકદમ ઢીલા ધેતિયાને” ઉલ્લેખ કર્યો છે. પણ વિદૂષકે ઊંચીનીચી આંખે ફેરવીને અથવા વાંકીચૂંકી ચાલ ચાલીને નિમેલા હાસ્યને પણ તે નેપથ્યજ હાસ્યમાં ગણે છે, તે ભૂલભરેલું છે. આ પ્રસંગેમાં તેણે બતાવેલો અભિનય ભરતે કહેલ અંગકૃત અભિનય જ છે.૩૧ ત્રિવિધ અભિનય પૈકી અંગકૃત (અથવા આંગિક) અને નેપથ્યજ (અથવા આહાર્ય) અભિનય નટના કર્તત્વનો વિષય હેઈ, તે રંગભૂમિ ઉપર કરેલું છે. પણ નાટકકારોએ પણ સંવાદ દ્વારા એ વિશે થોડી ઘણી માહિતી આપી છે. દા. ત. અંગકૃત હાસ્યના અનુરોધમાં વાંકુંચૂંકું માથું, ટાલ, ખૂંધ, વાંદરા જેવો ચહેરો-જેવી શારીરિક વિકૃતિને નાટકકારોએ ઉલલેખ કર્યો છે. 2 તે જ પ્રમાણે, વિદૂષકને વિશિષ્ટ પ્રકારને અભિનય કરવો પડે એવા પ્રસંગે પણ તેમણે નિર્માણ કર્યા છે. દા. ત. (1) સ્વસ્તિવાચનના લાડવા, વસ્ત્ર, અલંકાર જેવી ભેટ સ્વીકારવી,૩૩ (2) ભોજનને અભિનય બતાવ,૩૪ (3) બેઠાં બેઠાં ઊંઘમાં ઝોકાં ખાવાં,૩૫ (4) ગભરાઈને દેટ મૂકવી, (5) શરીર અકડાઈ ગયું હોય એવું બતાવવું, (6) ચપટી વગાડી નૃત્ય કરવું અને તેમાં થત