________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 114 સાગરનન્દી વિદૂષકને નર્મઅમાત્ય કહે છે. શંગારપ્રકરણમાં પ્રેમકલહ નિર્માણ કરે અથવા શાંત પાડો, તથા વિરહાવસ્થામાં વિનોદ દ્વારા નાયકની વિરહવેદના ઓછી કરવી એ વિદૂષકનું કાર્ય છે, એમ રામચંદ્ર કહે છે. 17 શારદાતનયે વિદૂષકનું વર્ણન “કામસચિવ” અને “નર્મસચિવ' એ શબ્દ દ્વારા કર્યું છે. તે ઉપરથી શૃંગારપ્રકરણમાં અને વિદનિર્મિતિમાં વિદૂષક ભાગ ભજવતે એ સ્પષ્ટ થાય છે. 18 વિશ્વનાથ અને શિષ્ણભૂપાલે “નાયકને સહચર એમ તેનું વર્ણન કર્યું છે. 19 પ્રકરણ નામને નાટયપ્રકાર બાજુએ મૂકીએ તો બાકીનાં ઉપલબ્ધ નાટકોમાં સામાન્ય રીતે કોઈ પ્રેમકથા હેાય છે, અને તેને નાયક રાજા હોય છે. નાયકના સહચર તરીકે પ્રેમપ્રાપ્તિમાં રાજાને મદદ કરવાનું કાર્ય સ્વાભાવિક રીતે જ વિદૂષકને કરવાનું હોય છે. એ દષ્ટિએ, વિદૂષક પોતાની ભૂમિકાઓ કેવી રીતે ભજવે છે, તે આપણે ઉપલબ્ધ નાટકને આધારે જોવું જોઈએ. (1) પ્રેમપૂર્તિમાં મદદ પ્રણયપ્રધાન સંસ્કૃત નાટકમાં નાયકના સહચર તરીકે વિદૂષકે રાજાને આપેલી સહાયના આપણે જુદા જુદા પ્રકારે જોઈએ છીએ. 4. નાયિકાની પ્રાપ્તિ કેટલીક વખત નાયકને વિદૂષકની એટલી બધી મદદ થયેલી જણાય છે કે નાયિકાની પ્રાપ્તિ એ લગભગ વિદૂષકના કર્તુત્વનું જ ફળ હોય એમ લાગે છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપણે “માલવિકાગ્નિમિત્ર'ના ગૌતમનું લઈ શકીએ. માલવિકા અને અગ્નિમિત્રનું પહેલું) મિલન થાય એ માટે ગૌતમ નાટાચાર્યોમાં ઝગડે કરાવી આપે છે. છેવટે જ્યેષ્ઠ રાણું માલવિકાને હાથ અનિમિત્રના હાથમાં આપે ત્યાં સુધીની અનેક ઘટનાઓની યોજના તેણે કરી છે. પ્રેમીઓનું મિલન થાય તે માટે તે અને કલ્પનાઓ લડાવે છે, ધારિણી અને ઇરાવતીના ગુસ્સાને બાજુએ મૂકી દે છે, અસૂયાથી પૂરી રાખેલી માલવિકાને છુટકારે અજબ યુક્તિથી કરે છે. આમ, અનેક પ્રકારના વિરોધ અને મુશ્કેલીઓનો સામનો કરીને, તે છેવટે માલવિકાને અગ્નિમિત્ર સાથે વિવાહ કરાવી આપે છે, અને રાજાને પ્રણયપૂર્તિનું સંપૂર્ણ સમાધાન આપે છે. નય અને નિપુણતા એ શાસ્ત્રમાં કહેલા ગુણે આપણને ગૌતમમાં જોવા મળે છે. કામતંત્રસચિવ' એટલે કે “પ્રેમખાતાને મંત્રી એ રાણીએ ગુસ્સામાં તેને માટે વાપલે શબ્દ તેને બરાબર લાગુ થાય તેમ છે.