________________ 112 ખાનગી હોવાને લીધે તેને ઉલલેખ નાટકોના હસ્તલિખિતમાં આવતું નહીં. (તઓ નાટકના અંગ મનાતા ન હતા.) | નાટયપદ્ધતિમાં ભલે ફરક થયે હેય, તે પણ પૂર્વ રંગમાંની વિદુષકની ભૂમિકાનું સામાન્ય સ્વરૂપ આપણે પ્રસ્તુત વિવેચન દ્વારા જાણી શકીએ છીએ. ઉત્તરકાલીન સંસ્કૃત નાટકમાં તથા કેરળની અથવા આપણી દેશી (કે કણની) રંગભૂમિ ઉપર શરુઆતના નાટયપ્રસ્તાવમાં વિદૂષકને પ્રવેશ મૂકવાની પદ્ધતિ ત્રિગત-પ્રરચના જેવા પૂર્વ રંગનાં અંગે ઉપરથી વારસારૂપે ઉતરી હોય એમ લાગે છે. (2) વિદૂષકની નાટકમાંની ભૂમિકા–નાયકનો સહચર વિદૂષકની એ કેવળ પૂર્વ રંગમાં ભાગ ભજવનાર નટ નથી. નાટકમાં પણ એક નાટકીય પાત્ર તરીકે તેને કામ કરવું પડે છે, એ નાટયશાસ્ત્ર ઉપરથી જાણી શકાય. ભરતનાં નાટકીય પાત્રોના દૈવી સંરક્ષણ વિશેના ઉદ્ગારે આ પ્રમાણે છે:નાયકનું રક્ષણ ઇંદ્ર કરે છે, નાયિકાનું રક્ષણ સરસ્વતી કરે છે, વિદૂષકને કાર રહ્યું છે, અને બાકીના પાત્રોનું રક્ષણ હર (શિવ) કરે છે. 11 આ ક્ષેકની સમજૂતી અભિનવે આ પ્રમાણે આપી છે– મુખ્ય પાત્રના સંરક્ષણની પ્રાર્થના વ્યક્તિગત કરવી ઈષ્ટ છે, અને તેથી ભરત નાયકાદિ પાત્રોને ઉલ્લેખ પૃથફપૃથકુ કર્યો છે. અહીં વિદૂષકને ખાસ ઉલ્લેખ કરવાનું કારણ એ છે, કે હાસ્ય અને શૃંગારનું તે એક મહત્ત્વનું અંગ છે. આ વચનમાં નાટકના દસ પ્રકારનું સૂચન થયેલું છે, કારણ કે સમવકાર નામના નાટપ્રકારમાં વિદૂષક હતે નથી.”૧૨ શંગારમાંથી હાસ્ય નિર્માણ થાય છે. તેથી તેઓ એકબીજા સાથે સંકળાયેલા છે. 13 શૃંગાર અને હાસ્યના પરસ્પર સંબંધ, નાયક અને વિદૂષકે એકબીજાને સંબોધવાના નિયમો, અને નાયકને અનુરૂપ વિદૂષકની યોજના કરવા વિશેની સૂચના–ને લાધે એક નાટકીય પાત્ર તરીકે વિદૂષકની ભૂમિકા સાંકેતિક સ્વરૂપની બની. શંગારપ્રધાન સુખાત્મ નાટકના નાયકના સહચર તરીકે આપણે વિદૂષકને જઈએ છીએ. ભરતને વચનેનું અનુકરણ પછીના શાસ્ત્રકારોએ કર્યું છે. 14 અગ્નિપુરાણમાં વિદૂષકને પીઠમ અને વિટની બરોબરીને નાયકને સહચર કહેવામાં આવ્યું છે, અને શૃંગારરસના દર્શનમાં તેને નર્મસચિવ જેવી સંજ્ઞા આપવામાં આવી છે.૧૫