________________ પ્રકરણ 10 મું વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (1) ભરતના નાટયશાસ્ત્રને કાળજીપૂર્વક અભ્યાસ કરતાં, એવું જણાય છે કે વિદૂષકની રંગભૂમિ ઉપરની મુખ્ય કામગીરી એક જ પ્રકારની હોય, તે પણ ભરતે તેને ત્રણ પ્રકારની ભૂમિકા સોંપી છે. (1) પ્રાગક ભૂમિકા–પૂર્વરંગમાં નટ ભારતના મત પ્રમાણે, સૂત્રધાર અને પરિપાર્ષિક પ્રમાણે વિદૂષક પણ નટમંડળીમાં આવશ્યક અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેથી નાટકની શરૂઆતમાં કરવામાં આવતા પૂર્વ રંગમાં, નટમંડળીના એક ઘટક તરીકે, એક નટ તરીકે, તેને સૂત્રધાર અને પરિપાર્ષિક સાથે કામ કરવું પડે છે. પૂર્વ રંગમાં કુલ 18 અંગે હેઇ, તેમાંના કેટલાંક પડદા પાછળ, અને કેટલાંક પ્રેક્ષકે સામે, રંગભૂમિ ઉપર કરવામાં આવતાં. તે પૈકી ૧૮મુ અંગ ત્રિગત હોઈ, તેને પ્રયોગ પ્રેક્ષકે સામે થ. ત્રિગતમાં, તેના નામ પ્રમાણે, પારિપાથિંક, સૂત્રધાર, અને વિદૂષક એ ત્રણને અંશતઃ સૂચક અને અંશતઃ વિદી એવો સંવાદ આવે છે. તેમાં સૌથી પહેલાં, સૂત્રધાર અને તેને મદદનીશ-પારિપાધિં ક–રંગભૂમિ ઉપર આવે છે. પછી વિદૂષક પ્રવેશે છે, અને તરત જ અસંબદ્ધ નિવેદનોવાળું એક લાંબુ ભાષણ તે ઝૂડી નાંખે છે. તેથી સ્વાભાવિક રીતે જ સૂત્રધારને હસવું આવે છે, પણ વિદૂષક બેન્ચે જ રાખે છે. તે પરિપાર્ષિક સાથે ચર્ચામાં ઉતરે છે, વચ્ચે જ તેને કેયડારૂપ પ્રશ્નો પૂછે છે, તેની ભૂલ કાઢે છે. આમ તે તેના કામમાં - ખલેલ પહોંચાડે, ત્યારે સૂત્રધાર વચમાં પડી, પરિપાલિંકના કથનને મર્થિતાથ સ્પષ્ટ કરે છે. અંતે સંવાદ પુરો થાય છે. આમ, સૂત્રધાર અને પારિવાર્ષિકના સંવાદમાં ખલેલ પહોંચાડી, વિદૂષક પારિપાર્ષિકનાં વિવિધ વિધાને ઉપર આક્ષેપો કરે, અને સૂત્રધાર પાછી વયમાં પડી મૂળ મુદ્દો સમજાવે–એ ત્રણ જણના , સંવાદને ત્રિગત કહેવામાં આવે છે. 1 ત્રિમતનું આ વર્ણન સંદિગ્ધ છે. છતાં આ ત્રણ પાત્રો તેમાં કઈ કામગીરી બજાવતાં હશે તે જાણવું કઠણ નથી. પ્રેક્ષકેના પ્રસાદન માટે યોજવામાં આવેલ