________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય નૃત્ત, સંગીત, નાન્દી જેવાં અંશત: ધાર્મિક અંગો પત્યા પછી, સૂત્રધાર અને પારિપોર્થિક રંગભૂમિ ઉપર ભજવવામાં આવનાર નાટક વિશે બેલતા હેવા જોઈએ. તે જ વખતે વિદૂષક અચાનક આવી પોતાના અસંબદ્ધ ભાષણ વડે હાસ્ય નિર્માણ કરતે હેવો જોઈએ, અને પરિપાર્ષિકની ભૂલ કાઢતે હવે જોઈએ. વિદૂષકના આ અસંબદ્ધ ભાષણને સંબંધ નાટ્યપ્રયોગ સાથે જ હોવો જોઈએ, એ ભરતે જેલ કાવ્યઘરવિ શબ્દ દ્વારા સ્પષ્ટ થાય છે. કેટલાક ઉત્તરકાલીન નાટકમાં, પ્રસ્તાવનામાં વિદૂષક આવે છે. તેમાં તે બાકીના નાટકમાં કરવાં પડતાં કામ વિશે તકરાર કરતો બતાવવામાં આવ્યો છે. પણ ત્રિગતમાં, સામાન્ય રીતે, સૂત્રધારે જેને પ્રયોગ કરવાનું જાહેર કર્યું હોય તે નાટક અને કાર્યક્રમના વિરોધમાં વિદુષક આક્ષેપો કરતા હોય છે. આમ ત્રિગતમાં, નાટક, નાટકકાર અને પ્રયોગ વિશે સૂત્રધાર, પારિપાર્ષિક અને વિદૂષકને સામાન્ય વાર્તાલાપ હોય છે, અને તેમાં વિદૂષક દોષ કાઢી, પ્રશ્ન પૂછી, અથવા ચાળા કરી હાસ્ય નિર્માણ કરે છે. પૂર્વ રંગનું ત્રિગત પછીનું અંગ પ્રચના છે. તેમાં નાટક અને નાટકકારને પ્રત્યક્ષ પરિચય નામો સાથે કરી આપવામાં આવે છે; અને પ્રેક્ષકોને રસિકતાથી અવધાન આપવા (સાવધાન થવા) માટે પ્રાર્થનામાં આવે છે. પ્રરચનાની રચના જોતાં આપણે ત્રિગત વિશે વધુ જાણી શકીએ છીએ. ત્રિગત અને પ્રચના એ બંને અંગાને ઉદ્દેશ નાટક અને નાટકકારને પ્રત્યક્ષ પરિચય કરી આપવામાં આવે છે, જ્યારે ત્રિગતમાં બધા સંવાદે સંદિગ્ધ હોય છે. તેમાં વિદૂષકના વિદી આક્ષેપોને લીધે પ્રેક્ષકોમાં એક બાજુ હસાહસ ચાલતી હોય છે, તે બીજી બાજુ નાટક અને નાટકકાર વિશે જાણવાનું કુતૂહલ હોય છે. પ્રેક્ષકોની આ ઉત્કંઠા પ્રરચનામાં નાટક અને નાટકકારનાં નામઠામ બતાવી પૂરી કરવામાં આવે છે. આજના જાહેરાત અને વર્તમાનપત્રના યુગમાં આ પ્રકારની પ્રસ્તાવનાની મહત્તા સમજવી કઠણ છે, પરંતુ એકત્રિત થયેલ પ્રેક્ષકોને મનમાં “કયા નાટકને પ્રયોગ થવાનું છે?' નાટકકાર કોણ છે?” એવા ઉપસ્થિત થંતા અનેક પ્રશ્નના ઉત્તરો આપવાની જવાબદારી સૂત્રધાર અને બાકીની નટમંડળી ઉપર આવી પડતી હોવી જોઈએ, એ જવાબદારી પૂરી કરવા માટે ત્રિગત અને પ્રરચના એ અંગોને ઉપયોગ પૂર્વ રંગમાં કરવામાં આવતો. તે પૈકી ત્રિગતમાં વિવેદી ઢબે પ્રેક્ષમાં કુતૂહલ નિર્માણ કરવામાં આવતું, અને તરત જ પ્રરચનામાં તેનું નિરસન કરી પરિચય પૂર્ણ કરવામાં આવતા. ત્યાર પછી, નાટયપ્રયોગની શરૂઆત થતી. ત્રિગતમાં ત્રણ જણને સંવાદ હે જ જોઈએ, તેથી તેમની વિદૂષકની ભૂમિકા અપરિહાર્ય કહેવાય, જ્યારે પ્રરચનાનું