________________ વિદૂષકની ભાષા વિદૂષક બ્રાહ્મણ હેવો જોઈએ એવો સંકેત સંસ્કૃત રંગભૂમિ ઉપર રૂઢ. થયો. તેની ભાષા પ્રાકૃત જ હેવી જોઈએ એ નાટ્યશાસ્ત્ર ચેખો નિયમ જ કર્યો છે. ભારતના વિધાનાનુસાર વિદૂષકની ભાષા પ્રાધ્યા એટલે કે પૂર્વ દેશીય પ્રાકૃત હેવી જોઈએ.' સાગરનન્દીએ પણ વિદૂષકની ભાષા વિશેના નિયમો કહ્યા છે. રામચંદ્ર વિદૂષકને નીચ પાત્રમાં ગણ્યો છે, તેથી તેમના મત પ્રમાણે વિદૂષકની ભાષા પ્રાકૃત, હોવી જોઈએ એ સ્પષ્ટ છે. ઈતર શાસ્ત્રગ્રંથમાં વિદૂષકની ભાષા વિશે કેાઈ. ઉલ્લેખ નથી. છતાં તેમણે પણ ઉપર્યુક્ત નિયમો માન્ય રાખ્યા હોવા જોઈએ. વિદૂષકની ભાષા વિશેના નિયમનું સંસ્કૃત નાટકકારોએ બરાબર પાલન કર્યું છે. કેઈ બ્રાહ્મણ પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરે, એ પહેલી નજરે વિસંગત જણાય છે. એ વિસંગતિનાં કારણો શોધવાં જોઈએ. (1) નાટ્યશાસ્ત્રના એક અધ્યાયમાં ભાષાવિધાન કરવામાં આવ્યું છે. તે અનુસંધાનમાં ભારતે નાટકના પાત્રનું ત્રિવિધ વર્ગીકરણ કર્યું છે– (5) ઉત્તમ. પાત્ર-આમાં નાયક, અમાત્ય, તાપસ અને પુરોહિતને સમાવેશ થાય છે. () મધ્યમ પાત્ર-આમાં સામાન્ય બ્રાહ્મણ, શિષ્ય, કંચુકી, રાજાના અધિકારી વગેરેનો સમાવેશ થાય છે. (4) અધમ પાત્ર–આમાં સ્ત્રીઓ, રાજમહેલમાંની દાસીઓ તથા બીજ પાને સમાવેશ થાય છે. ભરતે કરેલું આ વગીકરણ સામાજિક સંબંધ ઉપર આધારિત નથી.. અથવા તે દ્વારા સામાજિક દરજજો દર્શાવાતું નથી. નહીં તે સામાજિક શ્રેષ્ઠતા ધરાવનાર બ્રાહ્મણ, અથવા તે દાસી જેવાં પાત્ર મધ્યમ અથવા અધમ વર્ગમાં મૂકવામાં આવતા નહીં. અર્થાત્ ભરતના આ વગીકરણને સંબંધ નાટકના સંવિધાન સાથે છે. નાટકની કથાવસ્તુમાં પાનું જે સ્થાન હોય, તે મુજબ તેમને વર્ગ અથવા બોલવાની ભાષા. નક્કી થાય છે. એ દૃષ્ટિએ વિદૂષકનું પાત્ર નીચલા વર્ગનું બને છે. રામચંદ્ર આ વસ્તુ સ્પષ્ટ શબ્દોમાં કહી છે.S સ્વાભાવિક રીતે જ નાટયરૂઢિ મુજબ વિદષકની ભાષા પ્રાકૃત રહે છે. ભાસના કર્ણભાર