________________ પ્રકરણ 7 મું વિદૂષકનું નામાભિધાન વિદૂષક એ એક સામાન્ય સંજ્ઞા છે. ભારતના નાટયશાસ્ત્રમાં ફક્ત તેને જ ઉપયોગ થયો છે, પણ કેટલાક શાસ્ત્રકારોએ વિદૂષકનાં કેટલાંક વિશિષ્ટ નામો આપ્યાં છે. શારદાતનયે આપેલા વિદૂષકનાં નામો આ પ્રમાણે છે–વાસ્યાયન, શાકલ્પ મૌદ્ગલ્ય, વસન્તક, અને ગાલવ, વિદૂષકનાં વસત, કુસુમ વગેરે નામે હોય છે એમ વિશ્વનાથ કહે છે 2 વસંતક, કપિલેય' વગેરે નામોથી વિદૂષકને સંબોધવે એમ શિષ્ણભૂપાલે કહ્યું છે.' અધષના નાટકમાં વિદૂષકનું નામ કૌમુદગંધ રાખવામાં આવ્યું છે. તેને અર્થ–જેની કમળ જેવી સુવાસ છે, તેને પુત્ર એવો થાય છે. વિશ્વનાથના નિયમ પ્રમાણે એ એગ્ય નામ કહી શકાય. ભાસના “સ્વપ્નવાસવદત્તા” અને “પ્રતિજ્ઞાયોગધરાયણ'માં, તેમજ હર્ષની “પ્રિયદર્શિકા” અને “રત્નાવલીમાં પણ વિદૂષકનું નામ વસંતક હોય છે. આ ચારેય નાટકમાં વિદૂષકનું નામ એક જ હોય, એ જરા નવાઈ ભર્યું કહેવાય, પણ તેની સમજૂતી આપણે આ પ્રમાણે આપી શકીએ. ભાસે ઉદયનકથા ઉપર આધારિત પિતાનાં બંને નાટકમાં વિદૂષકનું નામ વસંતક રાખ્યું. હવે કથાસરિત્સાગરમાંની ઉદયન-કથામાં પણ ઉદયનના સહચર–વિદૂષકનું નામ વસંતક જ હતું. પછી, વસંતક નામ કથાની ઉપલબ્ધ પરંપરા દ્વારા રૂઢ થયું હોય, કે પછી હર્ષની બંને નાટિકાઓ કથાસરિત્સાગરની ઉદયનકથા ઉપર આધારિત હોવાને લીધે હોય, હષે પોતાની નાટિકાઓમાં વિદૂષકનું નામ વસંતક જ રાખ્યું. શાસ્ત્રકારોએ આપેલાં બીજા નામો આપણને ઉપલબ્ધ સંસ્કૃત નાટકોમાં જણાતાં નથી, પરંતુ એ નામને આપણે અભ્યાસ કરીએ, તે આપણને એવું જણાશે કે તેમને ત્રણ વસ્તુઓ સાથે સંબંધ છે– (1) વસંતઋતુ અથવા ફૂલ સાથે (2) બ્રાહ્મણ જાતિ સાથે, અને (3) શારીરિક ખેડ સાથે. તે પૈકી પહેલા પ્રકારમાં આપણને વસન્તક જેવાં નામે જેવા મળે છે, જેમને સંબંધ ઉત્સવો સાથે હોય એવું જણાય છે. સંસ્કૃત નાટકે વાસંતિક અથવા શારદીય ઉત્સવોમાં રજૂ કરવામાં આવતાં એ આપણે ગયા પ્રકરણમાં