________________ વિદુષક એ કે વિદૂષકની શારીરિક વકૃતિ સાથે તેની માનસિક વિકૃતિ અથવા દુબલીનું તેના નામ દ્વારા કરવામાં આવતું સૂચન, “શાકુંતલ'માંનું માઢવ્ય નામ વિદૂષકનું બુડથલપણું સૂચવે છે.' માનસિક દેષ પ્રમાણે માનસિક ગુણનું સૂચન પણ આ નામો દ્વારા થયેલું આપણને જણાય છે. “અવિમારકમાંનું “સંતુષ્ટ” અને “મૃછકટિક'માંનું નૈવ - એ બે નામો અનુક્રમે વિદૂષકની સમાધાની વૃત્તિ, અને તેના જિગરજાન દસ્તીનાં ઘાતક છે. ખરી રીતે વિદૂષકના નામ વિશેની ચર્ચા ગૌણ છે. છતાં, શાસ્ત્રગ્રંથમાં તે વિશે ચર્ચા કરવામાં આવી છે, તેનું કારણ વિદૂષકનું પાત્ર અત્યંત પરંપરાગત બીબાંઢાળ અથવા રૂઢ બન્યું હતું, બનતું હતું એ હેવું જોઈએ. તેથી વિદૂષકના નામ દ્વારા કેઈ સંબદ્ધ નાટ્યસંકેતો સૂચવાય એ વિશેની કોઈ તરકીબ તેમાં હોવી જોઈએ; પરંતુ શાસ્ત્રગ્રંથ દ્વારા સૂચિત થતાં નામે, અને ઉપલબ્ધ નાટકમાં પ્રત્યક્ષ જણાતાં નામમાં આપણને આશ્ચર્યકારક તફાવત જણાઈ આવે છે. કાલિદાસાદિ નાટકકારોનાં વિદૂષકેના નામો ઉત્તરકાલીન શાસ્ત્રકાર સમક્ષ દાખલારૂપ હોવા છતાં, તેમણે એ અભિજાત નાટક તરફ દુર્લક્ષ કેમ કર્યું હશે. તે સમજવું મુશ્કેલ છે. તેનાં બે કારણે જણાય છે. એક છે, જે ના કે શાસ્ત્રકારોએ ઉદાહરણે તરીકે ધ્યાનમાં લીધાં, તે આજે કાળપ્રવાહમાં નાશ પામ્યાં હોવાં જોઈએ, અથવા શાસ્ત્રકારોએ પોતાના ગ્રંથમાં ઉપલબ્ધ સાહિત્યનું અવલોકન કરીને નિયમો ઘડવાનું છોડી દઈ, પિતાના જ મૌલિક અથવા તાત્ત્વિક વિચારે. સાહિત્યિક સિદ્ધાન્તમાં વણું લેવાનો પ્રયત્ન ઈષ્ટ માને , જેને લીધે આપણને શાસ્ત્ર અને પ્રયોગ વચ્ચે કયાંક સંગતિ, તે બીજે કયાંક વિરોધ જણાઈ આવે છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની બાબતમાં ઉપર આપેલી સમજૂતીઓ પૈકી. બીજી સમજૂતી અધિક સંભવનીય લાગે છે. શાસ્ત્રગ્રંથોમાં સાહિત્યિક રૂઢિઓને વિચાર કરવામાં આવે છે, પણ વિદૂષકની. બાબતમાં તે તે રૂઢિઓ એટલી રૂઢ થયેલી જણાય છે કે તેને લીધે સંસ્કૃત નાટકમાં વિદૂષકને ઉલ્લેખ તેના સામાન્ય નામ-વિદૂષક–દ્વારા જ થયેલો જણાય છે. વિદૂષકના વિશિષ્ટ નામનો ઉલ્લેખ આપણને કેવળ પ્રસંગે પાત્ત જ જેવા મળે છે. નાટકને નાયક રાજા હેવો જોઈએ, એ રૂઢિ દરબારી નાટકની બાબતમાં એટલી રૂઢ થઈ, કે તેને લીધે નાયકનું નામ પણ નાટકકારે “રાજા” તરીકે જ આપવા લાગ્યા, પરંતુ દંતકથા ઉપર આધારિત, અથવા પ્રકરણ જેવા