________________ વિદૂષકના ગુણ એ બાબતમાં હોંશિયાર જણાય છે. તેનું જ્ઞાન હોવું એ ગુણ ફક્ત નારદ પાસે જ છે. બીજાઓની બાબતમાં એ ઉપહાસને વિષય બન્યો છે. જે નાયકના સહચર તરીકે વિદૂષક માટે અંતઃપુરનાં દ્વાર ખુલ્લાં છે. દ્રવ્ય અને સ્ત્રીઓની બાબતમાં તેનું વર્તન નિષ્કલંક છે. પ્રહસનેને બાજુએ મૂકીએ તે અભિજાત નાટકમાં વિદૂષકના ચારિત્રયને ડાઘ લાગેલું બતાવવામાં આવ્યું નથી. - વિદૂષક નાયકને જિગરજાન દોસ્ત હોવાને લીધે, તે નાયકના બધા પ્રેમરહસ્ય જાણે એ સ્વાભાવિક છે. નાયક પણ એ બાબતમાં તેની સલાહ લે છે, અને તેની મદદની અપેક્ષા રાખે છે. અને વિદૂષક તરફથી તેને એવી મદદ મળે છે પણ ખરી ! તેથી ગૌતમ અથવા “પ્રિયદર્શિકા'માંને વસંતક ઊંધમાં નાયકના , પ્રેમને ગૌયસ્ફોટ કરે, અથવા માણવક ઉર્વશીને લખેલો પ્રેમપત્ર ખોઈ નાંખે, મૈત્રેય ઊંધમાં વસંતસેનાના ઘરેણું શર્વિલકના હાથમાં મૂકે—એવા પ્રસંગે વિદૂપકના વિશ્વાસઘાતપણુના દાખલા નથી. વિદૂષકને બાધે બતાવી, અથવા તે તેની મૂર્ખતા પ્રદર્શિત કરી, નાટ્યપ્રસંગોને વિનદી વળાંક આપવાના એ નાટક કારોના પ્રયત્ન કહી શકાય. - - - વિદૂષકની નાયક-ભક્તિ બધા નાટકકારોને અભિપ્રેત છે. વિદૂષકની મૂર્ખાઈ તેમની મૈત્રીમાં બાધા આણતી નથી; અથવા તેના પ્રમાદને લીધે તેમાં અંતર નિર્માણ થતું નથી. વિદૂષકનું ચબરાપણું ધ્યાનમાં રાખીને દુષ્યન્ત તેને પોતાના પ્રેમપ્રકરણોથી અજાણ રાખવાનું નકકી કર્યું હોય, અથવા તે તાપસવ્રતને અંગીકાર કર્યો હોવાને લીધે જીમૂતવાહને તેની ઉપેક્ષા કરી હોય, તો પણ તેનાથી તેમની દસ્તીમાં ફરક પડતો નથી. કેટલાક નાટકકારોએ તે નાયક અને વિદૂષકના આ પરસ્પર સ્નેહનું અતિ ઉદાત્ત ચિત્રણ કર્યું છે. , . નાયક અને વિદૂષકને પરપર ગાઢ સ્નેહ ભરતને પણ અભિપ્રેત હતા, એ, તેણે સજા અને વિદૂષકે એકબીજાને સંબોધવા વિશેના જે નિયમો આપ્યા છે તે ઉપરથી સ્પષ્ટ થાય છે. 19 વિદૂકે રાજને વયસ્થ અથવા રાજન તરીકે સંબોધ, અને રાજાએ તેને તેના નામથી અથવાં વાક્ય શબ્દથી બેલાવો એવો ભરતને. નિયમ છે. સગરનન્દીએ અપ્રત્યક્ષ રીતે,૨૦ અને શિડગભૂપાલર તથા રામચંદ્ર પ્રત્યક્ષ રીતે ભારતના આ નિયમોનું અનુસરણ કર્યું છે. સંસ્કૃત નાટકકારોએ એ નિયમનું ખાલી શબ્દશઃ પાલન કર્યું નથી, પણ એ સંબોધનમાં રહેલ પરસ્પર સ્નેહ, તેમણે યથાર્થ પ્રદર્શિત કર્યો છે. '