________________ 100 વિદૂષક એનો તેને પરિચય હોય છે. તે હંમેશાં બધાને હસાવે છે. તે સહેલાઈથી ખરું અથવા બેસું બેલી શકે છે. તેનું તેને જ્ઞાન છે, અને ચતુર્વિધ વિનેદ કેમ કરી શકાય તેની તેને જાણ છે.૧૫ શૃંગારમાં નાયકને સહાય કરનાર તરીકે વિટ, ચેટ, તથા વિદૂષકને ઉલ્લેખ વિશ્વનાથે પણ કર્યો છે. તેઓ વિશ્વાસપાત્ર અને શુદ્ધ વર્તનવાળા હોય છે. મર્મભાપણ કરવામાં તેઓ નિપુણ હોય છે, અને કુપિત સ્ત્રીઓને ગર્વ તેઓ ઉતારી શકે છે. તે પૈકી વિદૂષકનું નામ કુસુમ, વસન્ત અથવા તત્સદશ હેાય છે. પિતાની કૃતિ તેમજ શરીર, વેષ અને ભાષણ દ્વારા તે હાસ્ય નિર્માણ કરે છે. તે કલહપ્રિય છે, અને પિતાની કામગીરીને જાણકાર છે. 16 શિડ્રગભૂપાલે આપેલું વર્ણન ઉપરના વર્ણનને મળતું આવે છે. તેણે શૃંગારનાયકના સહાયકના ગુણો વધુમાં આ પ્રમાણે આપ્યા છે. તેનામાં દેશ અને કાળનું જ્ઞાન, બેલવામાં માધુર્ય અને વિદગ્ધતા, નાયકને પ્રેમમાં પ્રોત્સાહન આપવાની કુશળતા વગેરે ગુણે જણાય છે. સત્ય વૃત્તાન્ત નિવેદન કરવાની અને મસલતો ગુપ્ત રાખવાની તેની વૃત્તિ હોય છે. 17 વિદૂષક વિશે કોઈ પણ વિધાન કરવામાં, હાસ્ય ઉત્પન્ન કરવાને તેને મુખ્ય ગુણ– ભરતને સામાન્ય રીતે અભિપ્રેત હોય છે. બીજા શાસ્ત્રકારોએ વિદૂષકના બધા પ્રકારનું વિવેચન ન કર્યું હોય, તે પણ તેમણે બનાવેલી ગુણેની યાદી જતાં, શૃંગારપ્રધાન સુખાભ નાટકમાં નાયકના સહચરની ભૂમિકા ભજવતા વિશિષ્ટ વિદુષક જ તેમણે નજર સામે રાખ્યો હોય એવું લાગે છે, કારણ કે વિદૂષકની એ ભૂમિકામાં જ તેને વિવિધ અને વિશિષ્ટ ગુણે પ્રગટ કરવાની તેને તક મળી શકે. રામચંદ્ર ભરત પ્રમાણે જ નાયકાનુરૂપ વિદૂષકના ચાર પ્રકારો બતાવ્યા છે, અને શૃંગારપ્રકરણમાં ચાલતા કલહ શાંત પાડવાના, અથવા ન હોય તે કલહ ઉત્પન્ન કરવાના, તેમજ વિરહાવસ્થામાં નાયકને મને વિનદ ઉપલબ્ધ કરી આપવાના ગુણ વિદૂષકની બાબતમાં કહ્યા છે. 18 સિવાય વિદૂષકના વિવિધ ગુણની સંગતિ જેડી શકાય નહીં. સંસ્કૃત નાટકોમાંના વિદૂષકમાં ઉપર બતાવેલા ગુણે પૈકી કેટલાક ગુણો જણાય છે, અને કેટલાક જણાતા નથી. તે દૃષ્ટિએ વિનોદી અને માર્મિક ભાષણ એ વિદૂષકને સૌથી મહત્વને ગુણ કહી શકાય. એવા ભાષણ માટે વિશિષ્ટ પ્રકારના ડહાપણની આવશ્યક્તા છે. ગૌતમ અને મૈત્રેય જેવા વિદૂષકે ખરેખર