________________ વિદૂષકના ગુણ વિદૂષકની બાબતમાં શારીરિક વિકૃતિ અને વેષનું બાઘાપણું વિદઅંગ તરીકે સ્વીકાર્યા છે. બાકીના શાસ્ત્રકારોએ વિદૂષકના ગુણે તેના પ્રકારાનુસાર વર્ણવ્યા નથી. તેમણે તેના સામાન્ય ગુણ આપ્યા છે. દા. ત. શારીરિક વિકૃતિ સાથે વિદૂષકમાં હાજરજવાબીપણું હોય છે, એમ ભરતે કહ્યું છે. ઉપહારમાં તેને વ્યવહાર વિભેદી હોય છે. તેનું બોલવું માર્મિક હાઈ હાસ્યજનક હોય છે. એ જ તેના ભાષણની વિશેષતા છે. 10 રુદ્ધભટ્ટે કાવ્યપ્રબંધના અનુષંગમાં વિદૂષકના ગુણે વર્ણવ્યા છે. વિનોદ અને ક્રીડામાં રાજાને સહાય કરનાર ત્રણ પ્રકારના નર્મસચિવ તેણે કહ્યા છે.(૧) પીઠમર્દ (2) વિટ (3) વિદૂષક. નર્મસચિવમાં ચાલતી મસલત ગુપ્ત રાખવાની પાત્રતા, અને પ્રણયમાં કુપિત થયેલી સ્ત્રીનું મન પ્રસન્ન કસ્તાની ચાતુરીએ બે ગુણે હાવા આવશ્યક છે. આ ત્રણ નર્મસચિવ પૈકી પીઠમર્દ તે હંમેશાં નાયકનાયિકાની સાથે જ હોય છે. વિટ સાહિત્યમાં અથવા કોઈ લલિત કલામાં પારંગત હોય છે. વિદૂષક સ્વભાવે મંજિલે હોય છે. પોતાના શરીર, વેષ અને ભાષણ દ્વારા તે હાસ્ય ઉપજાવે છે. હાસ્ય નિર્માણ કરવામાં તે હોશિયાર હોય છે. અગ્નિપુરાણમાં પણ એવું જ વર્ણન આપણને જોવા મળે છે. પીઠમઈ, વિટ અને વિદૂષક હંમેશાં શૃંગાર પ્રકરણમાં નાયકના નર્મસચિવ તરીકે તેની પાસે હેય છે. નાયકને સ્ત્રી મેળવી આપવામાં પીઠમ-મદદ કરે છે. વિટ શ્રીમંત હાઈ નાયકના ગામના રહેવાસી હોય છે. વિદુષક નાયક-નાયિકાને ભેદાનરૂપ હાસ્ય નિર્માણ કરવામાં કુશલ હોય છે.૧૨ ધનંજયે નાયકના સાથીઓમાં વિદૂષકની ગણના કરી છે. હાસ્ય નિર્માણ કરવું એ તેનું પ્રમુખ કાર્ય છે. તેનું બેડોળ શરીર, તેનાં કપડાં વગેરે હાસ્યને પષક હોય છે. 13 - સાગરનન્દી કહે છે કે રાજાને સહચર-મિત્ર તે જ વિદૂષક ! તે રાજાના અંત:પુરમાં હરેફરે છે, અને તેને “વિનોદમંત્રી' કહેવામાં આવે છે. 14 શારદાતનયે વિદૂષકનું વર્ણન વધુ એક ઠેકાણે આપ્યું છે. તે પ્રમાણે, વિષક કરૂપ હોઈ, તે રાજાને વિદ–મંત્રી હોય છે. સ્વભાવે તે ચબરાક છે. નાયક-નાયિકામાં કલહ થાય, તે તેને મઝા આવે છે. તેને ભોજન પ્રિય છે. તેનું વર્તન સભ્ય હોય છે, પિતાની કામગીરી તે બરાબર જાણે છે. બધી બેલી