________________ વિદૂષકના ગુણ લીધે અંતઃપુરનાં બારણું તેને માટે ખુલ્લાં હોય એ સ્વાભાવિક છે. તેના વિવેદી, સ્વભાવને લીધે તે રાજમહેલમાં બધા લોકોને–રાણી અને દાસીઓને પણ પ્રિય છે; જે કે ઘણી વખત દાસીએ તેના ખાઉધરાપણું વિશે તેની મશ્કરી કરતી. હોય છે, અથવા ઘણુ વખત તેની સામે જાણી જોઈને લડવાડ ઊભી કરી બે પળ મોજ માણતી હોય છે, અથવા તે “શાકુંતલ'માં બતાવ્યા પ્રમાણે તેને ઘેરીને હેરાન કરતી હોય છે. પણ આ બધા પ્રસંગો દ્વારા તેમને વિદુષક પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે ! અંતઃપુરમાં સ્પર્ધા અથવા ઝગડાઓ નિર્માણ કરવાને વિદુષકને સ્વભાવ નાટકકારે પોતાની કથામાં પ્રત્યક્ષ પ્રસંગે નિર્માણ કરીને બતાવે તે જ સમજી શકાય. “માલવિકાગ્નિમિત્ર'ને ગૌતમમાં વિદૂષકને આ ગુણો પુરેપુરા ખિલેલા જણાય છે. હરદત્ત અને ગણદાસ નામના બે નાટયાચાર્યોમાં તે લડવાડ ઊભી કરે છે. તેને લીધે મુખ્ય રાણી ધારિણી અને નાની રાણી ઇરાવતીને માલવિકા માટે ઈર્ષ્યા થાય છે, અને તેઓ ચિડાય છે, “સ્વપ્નવાસવદત્તામાં પણ પિતાને પ્રેમાળ સ્વભાવની પદ્માવતી ગમે છે' એમ વિદૂષક કહે છે, અને તેથી ત્યાં અજ્ઞાતવાસમાં હાજર રહેલી વાસવદત્તા ગુસ્સે થાય છે. (ક) રાણીને ગુસ્સો ઠંડો પાડવાનું કાર્ય પણ ગૌતમે કરી બતાવ્યું છે. અમદાવનમાં માલવિકા અને અગ્નિમિત્રને સાથે જોઈને ઇરાવતી ખૂબ જ ગુસ્સે થાય છે, તે વખતે ગૌતમ ગમે તેવી સમજૂતી આપી તેનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે, અને છેવટે અનિમિત્રને તેની માફી માંગવાનું કહે છે ! ધારિણીએ માલવિકાને સમુદ્રગૃહમાં પૂરી રાખી હોય છે. તે વખતે તેને છોડાવવા વિદૂષક સર્પદંશનું નાટક કરે છે, અને ધારિણીને જ સંકટમાં ઘસડે છે. છેવટે તે તેની પાસેથી નાગમુદ્રા લઈ માલવિકાને છોડાવે છે. નાટકને અંતે બંને રાણીઓને પોતાને ગુસ્સો વ્યર્થ જણાય છે. આમ અગ્નિમિત્રને માલવિકાની પ્રાપ્તિ થાય તે માટે વિદૂષકે કંઈ પણ કરવાનું બાકી રાખ્યું નથી. () સંસ્કૃત નાટકમાં રાજાને તેનાં પ્રેમપ્રકરણોમાં હંમેશાં વિદૂષકની મદદ મળતી હોય છે. અર્થાત આ પ્રકારની મદદ કયો વિદૂષક કેટલા પ્રમાણમાં કરી. શકે, તે તેના વ્યક્તિગત સ્વભાવ ઉપર આધાર રાખે છે. ઘણી વખત વિદૂષક એવા. ગટાળા વાળે છે કે તેને લીધે નાયક અને નાયિકાને વિખૂટાં થવું પડે છે. માણવકને પુરૂરવાને ઉર્વશી પ્રત્યે પ્રેમ પસંદ નથી. દુષ્યન્ત જ્યારે શંકુતલાના પ્રેમમાં પડે છે, ત્યારે માઢવ્ય તેની મશ્કરી કરે છે. ગણિકાને મેહ છેડી દેવાને. ઉપદેશ મૈત્રેય ચારુદત્તને કેટલીયે વાર આપે છે. કુરંગી અને અવિમારક એકાંતમાં