________________ પ્રકરણ 9 મું વિદૂષકના ગુણ નાયકના પ્રકાર મુજબ, વિદૂષકના જે ચાર પ્રકારો બતાવવામાં આવ્યા છે, તેમના ગુણે શારદાતનયે નીચે મુજબ આપ્યા છે. (1) દેવોને વિદૂષક સત્યવક્તા, ત્રિકાલજ્ઞાની, કર્તવ્યાકર્તવ્યને તફાવત -જાણનાર, પ્રશ્નોની બંને બાજુએ કુશળતાથી સમજાવી આપનાર, તથા વસ્તુ, સ્થિતિને ધ્યાનમાં રાખીને વાત કરનાર હોય છે. તેને નાટ્યની સંપૂર્ણ માહિતી આ પ્રકારના વિદૂષકના દાખલા તરીકે આપણે નારદને લઈ શકીએ. ભાસના અવિમારક અને બાલચરિત” નામના નાટકમાં નારદનું પાત્ર આવે છે (જે કે વિદૂષક તરીકે નહીં). તેમાં તે પોતે કલહપ્રિય હોવાનું કબૂલ કરે છે. તે કહે છે, જે પ્રમાણે વિવિધ ઉપાય દ્વારા હું દરરોજ વીણામાંથી સ્વર કાઢું છું, તે જ પ્રમાણે હું એકબીજાઓમાં લડવાડ નિર્માણ કરી દઉં છું. દેવાસુરેનું યુદ્ધ ખલાસ થાય, અને આકાશમાર્ગમાં શાંતિ સ્થપાય, તે મને કંટાળો આવે છે, તેથી વેદાધ્યયન પછી મળતા વખતમાં જે પ્રમાણે હું વીણાના તાર બાંધવાનું કામ કરું છું, તે પ્રમાણે હું બીજાઓમાં વેર પણ વધારી આપું છું. 3 રાતિમન્મથ નામના નાટકમાં, એક પ્રસંગે, નારદ પોતાના શિષ્યો સાથે મન્મથ અને શબૂકનું યુદ્ધ જેતે હોય છે. તે વખતે તે કહે છે, “હરિસંકીર્તન પછી બીજી કઈ વાત મને ગમતી હોય, તે તે દેવાસુરનાં યુદ્ધો જેવાં એ છે ! અને, જ્યારે એ શક્ય ન હોય, ત્યારે પ્રેમાળ દંપતીને કઈ પણ કારણને લીધે થયેલો. ઝગડો, અથવા ઉજાણીમાં નાસ્તા માટે નાના બાળકોમાં જામેલી મારામારી કાં તે ખુલ્લા રસ્તા ઉપર ચેકમાં સિંગડાં ઉછાળી બળદેએ એકબીજા ઉપર કરેલ હલે–એવી બાબતો જોત જેતે હું હંમેશાં પૃથ્વી ઉપર રખડતો હોઉં છું. પ્રસ્તુત નાટમાં વર્ણવવામાં આવેલી નારદની આ ભૂમિકાઓ કઈ પણ નાટકમાં પ્રસંગરૂપે બતાવવામાં આવી ન હોય તે પણ તે બધી નારદના સ્વભાવ સાથે સુસંગત છે. “સૌભદ્ર” અથવા “કૃષ્ણર્જનયુદ્ધ જેવાં મરાઠી નાટકમાં પણ