________________ વિદૂષકમાં ભેદ 9. ધ્યાન નથી, પણ કોને છેતરવામાં તથા જુગાર રમવામાં તે પોતાની જાતને ધન્ય માને છે. એક વખત વિશ્વનગર અને સ્નાતક નામના બે સજજને અનંગસેના નામની ગણિકા સાથે પોતાનો ઝગડ સમેટવા અસજજાતિમિત્ર પાસે આવે છે, ત્યારે તે ગણિકા ઉપર પોતાને જ અધિકાર હેવાને દાવો કરે છે તે વખતે બંધુવંચક (શિષ્ય) ગણિકાના કાનમાં કહે છે કે, પુરોહિત (અસજાતિ. મિશ્ર) તે ઘરડે હેઈ નિધન છે, અને સ્નાતક કેવળ કામેચ્છાથી પ્રેરિત થયો હોવાને લીધે, તેણે તેનું યૌવન પિતાને (બંધુવંચકને) અર્પણ કરી સફળ બનાવવું જોઈએ !" પિતા માટે ચાલતી આવી બધી ધાંધલ જોઈ અનંગસેનાને પણ હસવું આવે છે, અને તે બોલી ઊઠે છે કે “આ ખરેખર લુચાઓએ એકઠા થઈ (ધૂત સમાગમ કરેલું ફારસ જ કહેવાય!” ખાડીલકરના વિદ્યાહરણ” નામના મરાઠી નાટકમાં શુક્રાચાર્ય અને શિષ્ય વરની જોડી આવે છે. શુક્રાચાર્યનું પાત્ર મહત્વનું છે તે બદલ શંકા નથી, તેમજ શિષ્યવરનાં વિનોદ અને મદિરાપ્રેમ પણ નિર્વિવાદ છે, પણ તેને વિદૂષકને વારસદાર કહી શકાય કે કેમ તે બદલ મતભેદ હોઈ શકે. ઉપલબ્ધ સંસ્કૃત નાટકમાં હંમેશાં જણાઈ આવતી પરિચિત છેડી રાજા નાયક અને બ્રાહ્મણ વિદૂષકની છે. ઇતર વિદૂષકના દાખલાઓ શોધવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો હોય તે પણ એવા દાખલાઓ વિરલ છે, અને ખાસ કરીને તેઓ, પછીના સાહિત્યમાં નિર્માણ થયેલા છે. શાસ્ત્રકારોએ વિદૂષકને ભેદ વર્ણવતી વખતે નજર સમક્ષ રાખેલા નાટકે આજે ઉપલબ્ધ નહીં હોય? કે પછી. શાસ્ત્રકારોએ શાસ્ત્રીય ભેદ વર્ણવ્યા, અને નાટકકારોએ તે પૈકી ફક્ત દ્વિજ વિદૂષક ટિપ્પણ 1 જુઓઃ નાટયશાસ્ત્ર, ગાયકવાડ, 24.16-20 धीरोद्धता धीरललिता धीरोदात्तास्तथैव च / धीरप्रशान्तकाश्चैव नायकाः परिकीर्तिताः // સેવા વીરોદ્ધતા રેયાઃ ચુધરતા પદા सेनापतिरमात्यश्च धीरोदात्तौ प्रकीर्तितौ //