________________ વિદૂષકના ભેદ ધોરાદ્ધત બતાવવામાં આવ્યા છે, પરંતુ ઉપલબ્ધ સંત નાટમાં, ભાસના દુર્યોધનને, અથવા “વેણીસંહાર'માંના ભીમને (એટલે કે ક્ષત્રિય નાયકેને) આપણે ધીરદ્ધા કહી શકીશું. આમ ઉપલબ્ધ નાટકમાં, શાસ્ત્રના નિયમો ચોક્કસાઈથી પળાયેલા આપણને જણતા નથી. કથા અને રસને અનુરૂપ નાયકના સ્વભાવમાં આવશ્યક ફેરફાર કરવાનું સ્વાતંત્ર્ય નાટકકાર રાખતા. શારદાતાના ઉદ્ગારે જોતાં, નાયકની જેમ વિદૂષકની પ્રકૃતિમાં પણ પ્રસં. પાત્ત ફેરફાર કરવાનું સ્વાતંત્ર્ય નાટકકારો લેતા એવું લાગે છે. આ બાબતમાં અભિનવનું કથન સમજવું મુશ્કેલ છે; કારણ કે નાટયશાસ્ત્રમાંના પ્રસ્તુત શ્લોક ઉપરની અભિનવની ટીકાને પાઠ અશુદ્ધ છે.* * રામચંદ્ર આપેલી સમજતી નાટ્યશાસ્ત્રથી વિરુદ્ધ છે. ભારતના મત પ્રમાણે રાજાને વિદૂષક દ્વિજ હોવો જોઈએ, જ્યારે રામચંદ્રના કહેવા મુજબ “શિષ્ય” સિવાય બીજા કોઈ પણ પ્રકારનો વિદૂષક રાજા માટે ચાલી શકે. બંનેમાંને આ તફાવત કેવળ શાસ્ત્રીય છે, કે પછી રામચંદ્રની નજર સામે બીજા એવાં નાટકે-કે જેમાં રાજા સાથે અન્ય પ્રકારના વિદૂષકે બતાવવામાં આવ્યા હેય-. ઉપલબ્ધ હતાં એ કહી શકાય નહીં. પણ હાલ મળતાં સંસ્કૃત નાટકમાં રાજાને વિદૂષક દ્વિજ એટલે કે બ્રાહ્મણ જ જોવા મળે છે. અર્થાત્ વિદૂષકના બધા પ્રકારના દાખલા ઉપલબ્ધ નાટકમાંથી મળવાની શક્યતા ઘણી જ ઓછી છે. એક તો અસંખ્ય નાટક લુપ્ત થયાં હોવાં જોઈએ, અથવા શાસ્ત્રકારે વિવિધ નિયમો આપ્યા હોય તો પણ નાટકકારોએ વિવક્ષિત. (તેમને જોઈતા જ) નમૂનાઓ જ પોતાના લખાણ માટે પસંદ કર્યા હોવા જોઈએ. એ દષ્ટિએ દેવ નાયક અને તાપસ વિદૂષકની જોડી આપણને કોઈ પણ નાટકમાં જોવા મળતી નથી. ૧૮મી સદીમાં (ઈ.સ. 1711 થી 1728) લખાચેલા “રતિમન્મથ’ નામના નાટકમાંના નાયક—મન્મથ–ને આપણે દેવ માનીએ, તે પણ તેને વિદુષક બ્રાહ્મણ છે, તાપસ નથી. પરંતુ, આરંભકાળના દેવતા - વિષયક નાટકમાં શોભી ઊઠે એ વિદૂષક નારદ જ હોઈ શકે એવું અમે આ પહેલાં સૂચવ્યું છે. તાપસ-વિદૂષકને નારદ સિવાય બીજો દાખલ જણાતો નથી. તે જ પ્રમાણે સેનાપતિ-નાયક ઉપલબ્ધ નાટકમાં જણાતું નથી, પરંતુ , અમાત્ય નાયક હોય એવાં બે નાટકે આપણી પાસે છે. મુદ્રારાક્ષસને નાયક આવ્યો છે, પણ એ વિદૂષક નથી. ખરી રીતે તો આ નાટકમાં એક :