________________ પ્રકરણ ૮મું વિદૂષકના ભેદ ભરતે ચાર પ્રકારના નાયકે કહયા છે-ધીરદ્ધત, ધીરલલિત, ધીરાદાત્ત અને અને ધીરપ્રશાંત. ધીરેહત્તમાં દેવોને, ધીરલલિતમાં રાજાઓને, ધીરાદાત્તમાં અમાત્ય તથા સેનાપતિને, અને ધીરપ્રશાંતમાં બ્રાહ્મણ અને વણિકને સમાવેશ. થાય છે. આ ચાર પ્રકારના નાયકેને અનુરૂપ એવા ચાર પ્રકારના વિદૂષકે હોય છે (1) લિળી અથવા તાપસ વિદૂષક એ દેવ–નાયકનો વિદૂષક છે (2) રાજાને વિદૂષક દ્વિજ હોય છે (3) અમાત્યને વિદૂષક રાજજીવી અર્થાત રાજાને આશ્રિત, રાજસેવા કરનાર કોઈ પુરુષ હોય છે. અને (4) બ્રાહ્મણ નાયકને. વિદૂષક શિષ્ય હોય છે. આમ ભરતે ચાર પ્રકારના નાયકને અનુરૂપ ચાર પ્રકારના વિદૂષક બતાવ્યા છે.' ઉત્તરકાલીન શાસ્ત્રકારમાં રામચંદ્ર ભારતના નિયમોને પુનરુચાર કર્યો છે.. વિદૂષક તાપસ હોય, અને બ્રાહ્મણ-નાયકને વિદૂષક શિષ્ય હોય, તે તે ગ્ય છે; જોઈએ. (એટલે કે રાજાને શિષ્ય વિદૂષક ચાલી શકે નહીં). વણિક વગેરે નાયકેની બાબતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. ભરતે બતાવેલા નાયક અને વિદૂષકના ભેદ શારદાતો પણ આપ્યા છે, પણ વધુમાં તે એમ જણાવે છે કે નાટયકથાના રસ મુજબ ઘણીવાર નાયકેના વિશિષ્ટ પ્રકારોમાં ફરક થઈ શકે. શારદાતનયનું આ કથન જે આપણે પ્રત્યક્ષ નાટકે લઈ તપાસીએ તે તે બરાબર છે એવું આપણને જણાશે. ભરતે રાજાને. ધીરલલિત નાયક કહ્યો છે, શારદાતનય તેને ધીરોદાત્ત કહે છે, પણ સંસ્કૃત નાટકેમાંના રાજા-નાયકે ધીરલલિત અને ધીરદાર બને સ્વરૂપના જણાય છે. શારદાતા અમાત્ય અથવા સેનાપતિ નાયકને ધીરલલિત કહે છે, જ્યારે ભરતા તેને ધીરે દાત્ત કહે છે. ભરતે કહેલ ધીરદાત્ત સેનાપતિ આપણને પ્રતિજ્ઞાયૌગંધરાયણના મહામંત્રી યૌગંધરાયણમાં જોવા મળે છે. શાસ્ત્રોમાં દેવ-નાયકેને