________________ વિદુષક પણ વિદી પાત્ર જ નથી. બીજું નાટક ભાસનું પ્રતિજ્ઞાયૌગંધરાયણ છે. તેમાં વિદૂષક ખરી રીતે રાજા ઉદયનને સહચર હેાય છે, પણ ઉદયન પોતે કદાપિ રંગભૂમિ ઉપર આવતું નથી. તે એક સંચિત પાત્ર છે). તેથી વિદૂષકનું સાહચર્ય યૌગંધરાયણ સાથે જ હોવાને લીધે આપણે તેને અમાત્યને વિદૂષક માની શકીએ. પ્રસ્તુત નાટકને નાયક યૌગંધરાયણ છે એ બદલ શંકા નથી. તે ઉદયનને મુખ્યમંત્રી છે. તેથી નાટકના ચાર પ્રકારના નાયકે પછી આપણે તેને અમાત્ય-નાયક ગણી શકીએ. અને નાટકને વિદૂષક–વસંતક બ્રાહ્મણ હોય તે પણ આપણે તેને રાજવી વિદૂષક માની શકીએ, કારણ કે વિષદૂક તરીકે તેણે ડું હાસ્ય નિર્માણ કર્યું હોય તે પણ તે યૌગધરાયણના રાજકીય કારસ્તાનમાં સામેલ છે. ઉદયન સાથે છુપી રીતે સંપર્ક સાધવાનું મહત્ત્વનું કામ તેને સોંપવામાં આવ્યું છે. વિદૂષકની આ કામગીરીનું રાજકીય સ્વરૂપ ધ્યાનમાં લઈએ, એટલે તેને રાજજીવી કહેવામાં કોઈ હરક્ત જણાશે નહીં. ભરતે કપેલા નાયકના ચોથા પ્રકારમાં બ્રાહ્મણ અને વણિકને સમાવેશ છે. આ નાટકમાં વિદૂષક છે, પણ તે શિષ્ય' નથી, “જિ” છે. આ ચેથા પ્રકારના નાયકના અને વિદૂષકના (એટલે કે “બ્રાહ્મણ નાયક અને શિષ્ય વિદૂષક હેાય એવા) દાખલાઓ અભિજાત સંસ્કૃત નાટકમાં જોવા મળતા નથી; પરંતુ પ્રહસનેમાં આપણને એવાં ઉદાહરણ જોવા મળે છે. બેધાયન કવિનું “ભગવદજુકીય” નામનું એક પ્રહસન છે. તેના સંપાદક શ્રી. અનુજન અચન છે. તેની પ્રસ્તાવના ડે. વિંટરનિટ લખી છે. તેમના મત પ્રમાણે આ પ્રહસન ભાસ તથા કાલિદાસના સમયનું દેવું જોઈએ. તેમાં પરિવ્રાજક (ભગવાન)નું પાત્ર મહત્ત્વનું છે. પરિવ્રાજકને શાંડિલ્યા નામને એક શિષ્ય છે. શાંડિલ્યને કઈ પણ ઠેકાણે, વિદૂષક તરીકે સંબોધવામાં આવ્યો નથી, પરંતુ તેનું હાસ્ય, અધ્યયન વિશેને કંટાળે, ખાઉધરાપણું, બીકણપણું, વગેરે ગુણો સંપૂર્ણપણે વિદૂષકના જણાય છે. તેથી આપણે તેને વિદૂષક માની શકીએ." આમ, શિષ્ય વિદૂષકનું પ્રાચીન ઉદાહરણ આપણને શાંડિલ્યમાં જોવા મળે છે. એવાં બીજાં ઉદાહરણે આપણને પછીનાં પ્રહસનેમાં પણ જોવા મળે છે. ધૂર્ત સમાગમ નામના પ્રહસનમાં અસજજાતિમિત્ર નામને એક પુરહિત હોય છે. વાદવિવાદમાં નિર્ણય કરવો, તથા શ્રાદ્ધસંકલ્પ કરાવવા ઉપરાંત વેશ્યાઓની મધ્યસ્થી કરવી, અને બીજાઓની સ્ત્રીઓ ઉપર નજર રાખવી એ એનો ધંધે છે. તેને શિષ્ય બંધુવંચક પણ ગુરુને શોભે તેવો જ છે. તેનું