________________ 102 વિદુષક વિદૂષક ચબરાક છે. ચબરાકપણું એ તેના વિનેદ અને હાસ્યનિર્મિતિનું પ્રમુખ સાધન છે, અને એ બાબતમાં કઈ વખત અતિરેક થયેલે જણાય છે. તેમાં આશ્ચર્ય નથી. વિદૂષકનાં ચબરાક સ્વભાવને લીધે, પદ્માવતી કરતાં વાસવદત્તા પિતાને અધિક પ્રિય છે એ હકીકત વિદૂષકને કહેવી કે કેમ એવો પ્રશ્ન ઉદયન સામે ઉપસ્થિત થાય છે. દુષ્યન્ત સામે પણ એવી જ મુશ્કેલી આવે છે. શાકુંતલના બીજા અંકમાં રાજા તેને “રા' કહે છે આ “ચાલ્ય” શારદાતન આપેલા વિદૂષકના ગુણો પૈકી એક છે. 23 વિદૂષકની કલાપ્રિયતા આપણને ગૌતમમાં જોવા મળે છે. કેટલાક નાટકકારેએ વિદૂષક અને દાસીને પરસ્પર ઝગડે વર્ણવ્યો છે. અશ્વઘોષના નાટકમાં એ ઝગડો જોવા મળે છે. રાજશેખરે પિતાના નાટકમાં એ ઝગડા વિસ્તારથી વર્ણવ્યા છે. સંસ્કૃત નાટામાં રાજા અને વિદૂષકને સંબંધ ખાસ કરીને રાજાના પ્રેમપ્રકરણના સંદર્ભમાં જ આવે છે. શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે, આ બાબતમાં વિદૂષકે નાયકને સહાય કરવી જોઈએ, અને નાટકમાં આપણને વિદૂષકની સહાયકની ભૂમિકા જોવા પણ મળે છે. પણ ઘણી વખત તે સહાય કરતાં અનપેક્ષિત ગોટાળાઓ કરી મૂકે છે. વિશ્વનાથે કહેલ કુપિત સ્ત્રીને ગુસ્સો ઉતારવાને વિદૂષકને ગુણ ગૌતમ જેવા એકાદ વિદૂષકમાં જણાતું હોય, તે પણ વિશ્વનાથના વાક્યોને શબ્દશઃ અર્થ લઈ શકાય નહીં. શરદાતનયના મત પ્રમાણે કુપિત સ્ત્રીને પ્રસન્ન કરવાને ગુણ પીઠમને છે.૨૪ આ વિવેચન દ્વારા આપણે વિદૂષકના ગુણે જાણી, તેની નાટકોમાંની ભૂમિ કાઓ સમજી શકીએ છીએ, એટલું જ નહીં, તે તે દ્વારા શાસ્ત્ર અને પ્રગમાંનું પરસ્પર સામ્ય અથવા તેમને વિરોધ આપણને સ્પષ્ટ થાય છે. નાટકકારે શાસ્ત્રના નિયમો ન પાળે અથવા તેમને ઉલેખ ન કરે તે પણ શાસ્ત્રકારોએ હંમેશાં ઉપલબ્ધ નાટ્યસાહિત્ય નજર સમક્ષ રાખીને જ નિયમ ઘડ્યા હોય એવું આપણને અહીં જણાતાં શાસ્ત્ર અને પ્રયોગમાંના સામ ઉપરથી લાગે છે. પણ તે બેમાં જણાતે વિરોધ પણ એટલું જ આશ્ચર્યકારક છે. તે વિશે આપણે કઈ સમજૂતી આપી શકીએ ? ખરી રીતે વિદૂષકના પાત્રમાં ક્યા ગુણ આવશ્યક છે, તેનું વિવેચન શાસ્ત્રકારોએ તાત્વિક દષ્ટિએ જ કર્યું હોવું જોઈએ, અને તેમ કરતાં કેવળ નાટકે જ નહીં પણ કાવ્યપ્રબંધે પણ તેમણે ધ્યાનમાં લીધા હેવા જોઈએ. રુદ્ધભટ્ટ તેના ગ્રંથમાં વિદૂષક વિશેની ચર્ચા કાવ્યરચનાના સંદર્ભમાં આપે છે. પ્રણય લુપ સ્ત્રીઓને સહાય કરવી, અને પ્રણયtહમાં સમાધાન કરી