________________ વિદુવક બન્યું હોય, તે પણ તેનાં જ્ઞાન અને વિદ્વત્તા વિશે શંકા કરી શકાય એવું ન હતું, અને તેથી રાજા પણ તેમની આગળ નતમસ્તક જ રહેતા. એવા પુરુષનું તે વિડંબન શું હોઈ શકે ? ઉપરાંત કાલિદાસે 'શાકુંતલમાં અને વિજય ભટ્ટારિકાએ કૌમુદી મહોત્સવમાં વિદૂષક અને પુરોહિતનાં પાત્ર સાથે સાથે આયા છે. એ નાટયપ્રસંગે પ્રસ્તુત આક્ષેપ મૂકતાં પહેલાં ધ્યાનમાં લેવા જોઈતાં હતાં. મૂળ વ્યક્તિ, અને તેનું વિડંબન કરનાર, એવાં બંને પાત્ર એક જ નાટકમાં હોય એ કલાની દષ્ટિએ અશક્ય છે. વિડંબન વિશિષ્ટ વ્યકિતનું નહીં, પણ સામાન્ય જાતિનું હોય તે જ એવી ઘટના સંભવી શકે. પણ પુરોહિતના માનભર્યા સ્થાનને કાળાન્તરે લેપ થયો હેય, ધાર્મિક કાં તે જ્યોતિષવિષયક કામ પૂરતું જ તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત બન્યું હોય, અને તેથી રાજાનું મનોરંજન કરવાની કામગીરી પણ તેણે સ્વીકારી હેય એ બને. રાજશેખરની “વિશાલભંજિકામાં વિદૂષક અંતે રાજાના લગ્ન કરાવી આપે છે. અને આમ તે ગરપંદુ સ્વીકારે છે. મહાદેવ કવિના “અદ્ભુતદર્પણ” નામના નાટકમાં વિદૂષક મહોદર રાવણને કુલપુરહિત હોય છે. જે આ દાખલાઓને સંબંધ પ્રત્યક્ષ સામાજિક પરિસ્થિતિ સાથે હોય, તે તે ઉપરથી પુરોહિતના કાયે કેવાં બદલાતાં ગયાં એ આપણે જાણી શકીએ. ઉપર નિર્દિષ્ટ દાખલાઓમાં વિદૂષક અને પુરોહિતની ભૂમિકાઓને સંગમ થયેલે આપણે જોઈએ છીએ. એક દ્વારા બીજાનું વિડંબન થયેલું આપણને જાણતું નથી. વાસ્તવિક રીતે વિદૂષકની દેવાનું કઈ કારણ નથી. સંસ્કૃત વિદ્વ ઉપરથી પ્રાકૃતમા વિ. અથવા વિકલમો થયું અને પછી તેનું ફરી સંસ્કૃતીકરણ થઈ વિદૂષક શબ્દ થયે, એ વ્યુત્પત્તિ ભાષાશાસ્ત્ર પ્રમાણે શક્ય હોય, તે પણ તે નિરાધાર છે. એક તે આ કમ સ્વીકારવામાં પ્રાકૃત નાટક સંસ્કૃતનું મૂળ હેય એમ માનવું જોઈએ, અને એ સ્વીકારી શકાય તેમ નથી. 19 ઉપરાંત ૫૩મરિય નામના પ્રાકૃત ગ્રંથમાં વિતા જેવું રૂપ મળી આવે છે, (વિડતો નહીં) જે સંસ્કૃત વિદૂષનું પ્રાકૃત રૂપ છે એવું સ્પષ્ટ કહી શકાય. તેથી ઉપર્યુક્ત વ્યુત્પત્તિને ગ્રંથને પણ આધાર મળતો નથી. અને વિક્રૂષ શબ્દમાં વિદ્વાને ના વિડંબનને, એટલે કે મૂર્ણતાને અર્થ સમાયેલો છે એમ પણ કહી શકાય નહીં. “કથાસરિત્સાગર'માં એક વિદ્ગજ નામના બ્રાહ્મણની વાત આવે છે. તે બ્રાહ્મણને તરુણ, પરાક્રમી, ગુણવાન અને સાત્વિક લેકિન અગ્રેસર તરીકે વર્ણવ્યા