________________ વિદૂષકનું નામાભિધાન છે. એણે પિતાના તપપ્રભાવથી અનિદેવને પ્રસન્ન કર્યા હતા, અને ધ્યાન ધરતાં જ ઉત્કૃષ્ટ ખગ તેની સામે ઉપસ્થિત થાય એવું અગ્નિએ તેને વરદાન આપ્યું હતું. પ્રસ્તુત ચર્ચા, ઉપર બતાવેલ વિદૂષક શબ્દની વ્યુત્પત્તિઓ અસમાધાનકારક હોવાનું બતાવે છે જ, પણ તે સાથે વિદુષક શબ્દની વ્યુત્પત્તિ નાટકના સંદર્ભમાં જ શોધવી આવશ્યક છે એવું બતાવે છે. પૂર્વ રંગનું ત્રિગત” નામનું એક અંગ છે. તેમાં સૂત્રધાર, પારિપાર્ષિક અને વિદૂષક એ ત્રણનો સંવાદ હોય છે. તેનું વર્ણન ભરતે વિદૂષ#વિદૂષિતઃ એમ કર્યું છે. પાઠાન્તરમાં વિદ્ગપવિત્રપિતઃ એ પાઠ આપણને મળે છે. 13 આ શબ્દ દ્વારા વિદૂષક શબ્દનો અર્થ સ્વભાવિક રીતે જ સ્પષ્ટ થયો છે. વિ+ Vફૂષ ધાતુ પરથી વિષ શબ્દ બન્યો છે. ફૂષ ધાતુને દોષ આપે, દોષ શેાધો. બગાડી નાંખવું” વગેરે થાય છે, જ્યારે વિશ્વને અર્થ માત્ર બગાડી નાખવું” એટલે જ થાય છે. ત્રિગતમાં પારિવાર્ધિક નવા નાટયપ્રયોગ વિશે કંઈક કહેતે હોય છે, તે વખતે વિદૂષક નટ વચમાં પડે છે, અને નાટક અને લેખક વિશે કંઈક ઉપહાસકારક બોલીને તેમના દેષ કાઢે છે. વિદૂષકે બતાવેલા દેશોમાં ખાલી હાસ્યને ભાગ હોવાને લીધે સૂત્રધારને હસવું આવે છે. પણ તે વિદૂષકનું નિરાકરણ કરે છે, અને પોતાની નાટયપ્રયોગ કરવા વિશેની કલ્પના પુન: સ્થાપિત કરે છે. પરિપાર્ષિક, વિદૂષક અને સૂત્રધારના આ વિશિષ્ટ સંવાદને “ત્રિગત” કહેવામાં આવે છે. અહીં વિદૂષકના મશ્કરીભર્યાદિષારોપણને ઉદ્દેશીને વિ ઉપસર્ગને ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદૂષકના આક્ષેપો હાસ્યકારક હેત નહીં, તે સૂત્રધારને હસવું આવત નહીં. આમ પ્રયોગ ચાલતું હોય ત્યારે તેમાં દેષ કાઢી (ષત્તિ) પિતાની વિશિષ્ટ હાસ્યયુક્ત પદ્ધતિથી (વિરોળ વિશિષ્ઠ વથા સ્થાત્તથા) જરા ગમ્મત કરવાનું કામ વિદૂષક પૂર્વ રંગમાં કરતે હેાય છે. આના કરતાં સાદી અને સરળ વ્યુત્પત્તિ બીજી તે કઈ હોઈ શકે? - પ્રત્યક્ષ નાટકોમાં પણ વિદૂષકનું બોલવું-ચાલવું વિશિષ્ટ પદ્ધતિનું એટલે કે હાસ્યકારક હોય છે. હંમેશા તે બીજાના દોષો જેતે હોય છે, અથવા તે જે. ચાલતું હોય તેને વિનોદમાં ફેરવી, એકંદરે પરિસ્થિતિ બગાડતા હોય છે. પછીના શાસ્ત્રકારે પૈકી રામચંદ્ર વિદૂષકની આ કામગીરીની સ્પષ્ટતા કરી. છે. “નાયક જ્યારે વિરહમાં હોય, અથવા તે તે એકલો હેય, ત્યારે તેને અનુરૂ૫ એવો તેને સહચર-વિદૂષક- પિતાની વિશિષ્ટ પદ્ધતિથી શાંતિમાં ઝગડે અને ઝગડામાં શાંતિ નિર્માણ કરે છે. એટલે કે તે શાંતિ અથવા ઝગડાને નાશ કરે છે (વિના