________________ વિદૂષકનું નામાભિધાન સામાજિક નાટકેમાં નાયકનો ઉલ્લેખ તેના વિશિષ્ટ નામ દ્વારા કરવામાં આવે છે, પણ એવા નાટકમાં પણ વિદૂષક હોય છે તેનું ત્યાં સામાન્ય નામ-વિદૂષકજ આપેલું જણાય છે ! વિદૂષકની બાબતમાં અતિરઢ થયેલી રૂઢિને લીધે જ, આપણે તેને ઉલ્લેખ “વિદૂષક જેવી સામાન્ય સંજ્ઞા દ્વારા થયેલ જોઈએ છીએ. અર્થાત, તેના વિશિષ્ટ નામનો ઉપયોગ પ્રસંગોપાત્ત સંવાદમાં થયેલ જણાય છે. પણ પહેલાં આપણે વિદૂષક શબ્દની વ્યુત્પત્તિ જ તપાસવી જોઈએ. ડે. કીથના મત પ્રમાણે વિદૂષકનું મૂળ મહાવ્રતમાંના બ્રહ્મચારીમાં, અથવા તે સમકાણુમાંના થકમાં હોવાને લીધે, વિદૂષક એટલે “ગાળો ભાંડનાર” એવો એ શબ્દને અર્થ હેવો જોઈએ. પરંતુ આ અર્થ સ્વીકારી શકાય નહીં એ અમે આ પહેલાં બતાવ્યું છે.’ વિદૂષક શબ્દની એક બીજી વ્યુત્પત્તિ સૂચવવામાં આવે છે. તે પ્રમાણે રાજાના કારભારી તરીકે હંમેશા તેની સાથે રહેનાર વિદ્વાન પુરોહિતનું વિડંબન વિદુષક દ્વારા થયું હોવું જોઈએ. વિદૂષક શબ્દ, ખરી રીતે, નિકલો અથવા વિરામો, એ સંસ્કૃત વિમ્ શબ્દના પ્રાકૃત રૂપમાંથી પુનઃ સંસ્કૃતીકરણને લીધે અસ્તિત્વમાં આવ્યો હોવો જોઈએ. અને આમ વિદ્વાન પુરોહિતનું વિડબન વિદૂષક દ્વારા થયું તેવું જોઈએ.’ આ વ્યુત્પત્તિને સ્વીકાર કરવો અશક્ય છે. વિદૂષકના પાત્રમાં બ્રાહ્મણ જાતિનો ઉપહાસ કરવામાં આવ્યો હોય તે પણ તે પાત્ર દ્વારા બીજી ઘણીય વસ્તુઓનો ઉપહાસ થયેલ જણાય છે. અને તેથી વિદૂષક એ બ્રાહ્મણનું વિડંબન છે એવું માનવું એકાંગી છે. વિદૂષકના પાત્રમાં જણાઈ આવતી બ્રાહ્મણોની મશ્કરી કેવળ પ્રસંગેપાર હાઈ એકાદ વિશિષ્ટ વર્ગને અથવા તે વ્યક્તિને ઉપહાસ વિદૂષકના પાત્ર દ્વારા કરવામાં આવે છે એમ કહેવું પ્રામાદિક છે. છતાં બ્રાહ્મણના વિશિષ્ટ વર્ગની મશ્કરી વિદૂષક દ્વારા કરાઈ હોય, તો પણ તે બ્રાહ્મણવર્ગ શ્રોત્રિયોને હેઈ શકે, પુરોહિતને નહીં. પુરોહિતને રાજદરબારમાં વિશિષ્ટ માન આપવામાં આવતું. પુરોહિતેની નિમણૂક વંશપરંપરાગત થતી. સ્વસ્તિવાચનની થાળીઓ અને રાજાની દક્ષિણે પચાવવા માટે રાજાની ઈચ્છા મુજબ વર્તવાની પુરોહિતને જરૂર ન હતી. પ્રાચીન કાળમાં તો પુરોહિતે રાજા સાથે યુદ્ધમાં પણ . જતા. વિદૂષકના ચિત્રમાં જણાઈ આવતું બાયલાપણું તેમનામાં ન હતું. આગળ . જતાં યદ્યપિ પુરોહિતનું કાર્યક્ષેત્ર ધાર્મિક અને પ્રાસંગિક બાબતે પૂરતું મર્યાતિ