________________ મળતી દક્ષિણા લઈ આમંત્રણે ઉપર આજીવિકા ચલાવનાર અનેક અશિક્ષિત બ્રાહ્મણે એ વર્ગના હોવા જોઈએ. આજે પણ એવા અનેક બામણે આપણને જણાય છે. આ બામણોની હંમેશની ભાષામાં કેટલાંયે અશુદ્ધ વર્ગોચ્ચાર અને અસંસ્કૃત પ્રયોગે આપણને આજે પણ જણાશે. વિદૂષકનું જે કેઈની સાથે સામ્ય હોય તે તે આવા ગેર બ્રાહ્મણે સાથે જ છે. અને તેમને ઉપહાસ વિદઅષક દ્વારા નાટકકારોએ કર્યો હોવો જોઈએ એવું આપણે કહી શકીએ. ટૂંકમાં નાટકોમાંના ભાષાવિધાનને પ્રશ્ન પ્રત્યક્ષ સામાજિક પરિસ્થિતિ સાથે સંબદ્ધ છે. સંસ્કૃત નાટકમાં તેમના મૂળ સ્વભાવથી જ જીવનમૂલ્યો અને વાસ્તવતા–આદર્શ અને યથાર્થનું અજબ મિશ્રણ થયેલું જણાય છે. સંસ્કૃત -નાટકમાંનાં પાત્રો અને પ્રસંગે આદર્શને અનુસરતા હોય છે, પરંતુ નાટકનું સામાન્ય વાતાવરણ અને તેની પાર્શ્વભૂમિ વાસ્તવિકતા સાથે સંકળાયેલો હોય છે. અને તેથી જ, પરાણિક વિષય હોવા છતાં નાટકકાર પિતાની રચના - તત્કાલીન વાસ્તવિકતાને અનુસરીને જ કરે છે. આ અનુસંધાનમાં જ ભરતે પાત્રની ભાષા વિશેનું વિધાન કર્યું હેઈ, તેને સંબંધ વાસ્તવિક્તા સાથે છે. નાટક લોકાભિમુખ હોવાને લીધે તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ તેમાં રહેવું જોઈએ એ જ શાસ્ત્રને ઉદ્દેશ છે. ડે. ભાંડારકર પણ લખે છે કે “નાટકકાર પિતાના સાહિત્યમાં કેટલાંક પાની બાબતમાં બોલભાષાનો ઉપયોગ કરે, અને તેમાં પણ જે પાત્ર નીચા - વર્ગનું હોય છે, તે તેવો ઉપગ ઉપહાસ માટે કરે એ સ્વાભાવિક છે. બધા દેશના લેખકેએ આ પદ્ધતિ ઉપયોગમાં લીધી છે. પરંતુ સંસ્કૃત નાટકકારોએ આ પ્રાકૃત ભાષાઓને ઉપગ મજા ખાતર કર્યો નથી. તેમાં ઔચિત્યબુદ્ધિ રહેલી છે. વિશિષ્ટ પાત્રાએ વિશિષ્ટ પ્રાકૃત બેલભાષાને પ્રયોગ કરવો એ વિશે શાસ્ત્રગ્રંથમાં આપણને જે સૂક્ષ્મ દિગ્દર્શન જોવા મળે છે, તેમાં પ્રત્યક્ષ સમાજસ્થિતિનું વાસ્તવિક દર્શન સાહિત્યમાં થાય એ હેતુ હોવો જોઈએ એમ માન્યા ‘વિના આપણે એ શાસ્ત્રવચને અર્થ સમજાવી શકીએ નહીં.• તેથી વિદૂષકની પ્રાકૃતભાષા એ તત્કાલીન વસ્તુસ્થિતિ અને વાસ્તવિક્તાનું ફળ છે એમ આપણે કહી શકીએ. (3) વિદૂષકની ભાષા પ્રાકૃત રાખવામાં એક પ્રકારની લોકાભિમુખતાની -દષ્ટિ પણ હેવી જોઈએ. નાટયપ્રયોગ દ્વારા તજ્જ્ઞ પ્રાગ્નિને સંતુષ્ટ કરી રાજા પાસેથી વાહવાહ મેળવવાની ઈચ્છા નાટકકાર રાખે, તે પણ સામાન્ય પ્રેક્ષક