________________ વિદૂષકની ભાષા વર્ગની ઉપેક્ષા તેઓ કરી શકે નહીં. નાટક એ સ્વભાવે જ કાનું રજનાત્મક હોય છે. તેથી પરીક્ષકેને રીઝવવા માટે અથવા રાજાની આજ્ઞા ખાતર જેમ નાટયપ્રાગે કરવામાં આવે, તે જ પ્રમાણે ઉત્સવોના નિમિત્તે અથવા તે જાત્રામાં એકઠા થયેલ જનસમુદાય માટે, સામાન્ય પ્રેક્ષકવર્ગને સંતોષી શકે એવું પણ નાટક દ્વારા પીરસવું એ નાટકકારેનું કર્તવ્ય છે. વિશેષત:, વિદૂષક જેવા લેકપ્રિય પાત્રના વિદ, તેણે કરેલ મુક્ત અથવા માર્મિક પરિહાસ અને તેના સંભાપણની મજા પ્રેક્ષકે સમજે અથવા આસ્વાદે એવી જે અપેક્ષા હોય તે તેણે બાલભાષાને જ ઉપયોગ કરવો જોઈએ. - સામાજિક વ્યંગ્યો ઉપર મર્મભેદક પ્રકાશ નાંખવાનું વિનેદ એ એક પ્રભાવી સાધન છે. આ સાધનને વ્યવસ્થિત ઉપયોગ જે બેલભાષામાં કરવામાં બોલભાષાને પ્રયોગ જ યોગ્ય લેખાય. (4) કેરળ રંગભૂમિ ઉપર સંસ્કૃત નાટકે રજૂ કરવાની પ્રથા એ દષ્ટિએ ખૂબ જ ઉદ્દબોધક છે. કેરળમાં “કુટ્ટ નામને નાટયદર્શનને પ્રકાર હોય છે. તેમાં નાયક શ્લેક અભિનય કરી બતાવે છે અને વિદૂષક તેને અર્થ દેશી ભાષામાં કહે છે. આ નાટયપ્રકારમાં તેમજ “સંઘક્કળી” નામના બીજા નાટયપ્રકારમાં પણ તે નાટક સમજાવી આપવાનું કામ કરે છે. તેમાં તે હાસ્ય સાથે સામાજિક પરિસ્થિતિ ઉપર વ્યંગ્યાત્મક ટીકા પણ કરે છે. લોકેના હૈયાબેલી ઝીલતા આ પાત્રની ભાષા સ્વાભાવિક રીતે પ્રચલિત બલભાષા જ હેવી જોઈએ, કારણ કે વિદૂષકનું પાત્ર પ્રત્યક્ષ સમાજજીવનમાંથી અવતર્યું છે. અર્થાત બોલભાષાનું અવલંબન કરવામાં વિડંબનને હેતુ નથી, કારણ કે નાટ્યપ્રયોગે લોકપ્રિય હોવા છતાં અંશતઃ ધાર્મિક હોય છે. ધર્મપ્રચારકોએ ધર્મને માટે કરેલ બાલભાષાને પ્રગ નાટયદર્શનમાં પણ ઉપકારક થયે હેવો જોઈએ, થઈ શકે, એમ આપણે કહી શકીએ. આમ વિદૂષકની પ્રાકૃતભાષા તેના વિડંબનસ્વભાવમાંથી નહીં, પણ તેની લોકપ્રિયતા અને લોકાભિમુખતામાંથી જન્મી હેવી જોઈએ એ વસ્તુ કેરળ રંગભૂમિને ઈતિહાસ આપણને બતાવી આપે છે. 11 કેમની ભાષા બોલે, એમાં એક પ્રકારની સ્વાભાવિક વિસંગતિ છે, અને એ વિસંગતિ સ્વાભાવિક રીતે જ લેકેમાં હાસ્યનું મોજું ફેલાવે છે એવું નાટકકારના ધ્યાનમાં આવ્યા પછી, તેમણે વિવેદના સુલભ સાધન તરીકે પ્રાકૃતભાષા વિદૂષકના મેંમાં મૂકી હોય તો તે સ્વાભાવિક છે.. !