________________ નાટકમાં કર્યું અને તેને સારથિ શલ્ય સંસ્કૃતમાં બોલે છે, અને બ્રાહ્મણ યાચકનું સ્વરૂપ લીધેલ ઇદ્ર પ્રાકૃત બેલે છે. આમ સંસ્કૃત નાટમાં પાત્રોની ભાષા નાટય રૂઢિઓને અનુસરીને નક્કી થયેલી હોય છે એ મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. (2) વિદૂષકમાં બ્રાહ્મણત્વનું વિડંબન જણાય છે, અને એ વિડંબનને લીધે વિદૂષક પ્રાકૃતભાષી બને છે. ઉપરાંત કેઈ માણસ પારકાની ભાષા બોલે ત્યારે તેનું બોલવું સ્વાભાવિક રીતે જ હાસ્યકારક બને છે. માટે જ વિદૂષકે પ્રાધ્યાને - ઉપગ કરે એવું વિધાન કરવામાં આવ્યું. આમ, વિદુષકની પ્રાકૃત ભાષા વિશે બે મત રજૂ કરવામાં આવે છે. બ્રાહ્મણ જેવો ઉચ્ચવર્ષીય માણસ પ્રાકૃત ભાષાને પ્રયોગ કરે, અને એમાંથી જે સ્વાભાવિક વિસંગતિ નિર્માણ થાય, તે વિનોદને અનુકૂળ છે. તે જ પ્રમાણે પારકી ભાષા બોલવામાં થતી ઉરચાર અને વ્યાકરણની સ્વાભાવિક ભૂલે પણ હાસ્યને પિષક છે એ ખરું, પરંતુ વિદૂષકની પ્રાકૃત ભાષા વિશેની આ સમજૂતી યોગ્ય છે કે કેમ એ એક પ્રશ્ન છે. ખરી રીતે તે ઉપર્યુક્ત કારણે વિદૂષકની બાબતમાં લાગુ પડતાં નથી. વિદૂષકના પાત્રમાં બ્રાહ્મણ જાતિને ઉપહાસ થયો છે, તે પણ વિદૂષક એટલે બ્રાહ્મણત્વનું વિડંબને” એવું સમીકરણ કરીએ, તે વિદૂષકની વિવિધ ભૂમિકાઓમાં અકારણ મર્યાદાઓ નિર્માણ થઈ તે પાત્ર એકાંગી અને અપૂર્ણ બને છે, એ એક મહત્વને પહો અમે પાછળના પ્રકરણમાં પ્રસ્થાપિત કર્યો છે. વિદષક પાલી બ્રાહ્મણ જાતિને જ નહીં પણ બધાને જ ઉપહાસ કરતે હોય છે, તેથી વિડંબનના મુદ્દા ઉપર એવી પ્રાકૃત બોલીનું સમર્થન કરવામાં આવે તે તે એકતરફી અને અપૂર્ણ લેખાય. પરંતુ વિદૂષકની ભાષા પહેલેથી જ પ્રાકૃત હતી એવું આપણે જરાયે કહી શકીએ નહીં. ભરતે દેશના સહયર તરીકે જે વિદૂષક વર્ણભે છે તે પ્રાકૃતમાં બેલતે હેય એ સંભવિત નથી. પહેલા તબક્કાના દેવતાવિષયક નાટકામાં વિદૂષકની ભૂમિકામાં આવતે નારદ સંસ્કૃતમાં જ બેલતા હેવો જોઈએ. જાવામાની નાટચકલાને ઉદય અને વિકાસ ભારતીય નાટયકલાના પ્રભાવ હેઠળ થયે. ત્યાંનાં નાટકમાં, વિદષક જેવું વિવેદી પાત્ર તદેશીય ઉરચ ભાષાને–એટલે કે સંસ્કૃત-પ્રયોગ કરે છે. અર્થાત જે જાવામાંની નાટયકલા સંસ્કૃત નાટકના નમૂના ઉપર વિકસી હેય, તે સંસ્કૃત નાટકને વિદૂષક પણ સંસ્કૃતભાષી હેવો જોઈએ એવું આપણે ભાગ્યે જ છૂટકે તેથી વિડંબન માટે અથવા તે પારકી ભાષા અનલિg વાપરે તેમ વાપરી તેમાંથી હાસ્ય નિર્માણ કરવા ખાતર વિદૂષક પાકત બોલતે હેવો જોઈએ- એ વિધાન ભૂલભરેલું છે.