________________ ભજનપ્રિય વિદપક તે પણ તેને ખરે આનંદ રસોડામાંની વિવિધ વાનગીઓ જોઈને અને તેમની સુવાસને લીધે જ થાય છે ! તેથી વસંતસેના જ્યારે તેને પગ ધાવા પાણી આપતી નથી, અથવા પાટલે બેસાડતી નથી ત્યારે તે ખરેખર ખીજાય છે. અતિશય ખાવાને લીધે ભલે તે વસંતસેનાની મા પ્રમાણે જાડો થયો હોત કે તેને મુદતિયો તાવ આવ્યો હોય તે પણ તેને દુઃખ થાત નહીં. - સ્વસ્તિવાચનના લાડવા પેટમાં ઠાલવવા એ એક જ ઉદ્યોગ ગૌતમ કરતા હોય છે એમ “માલવિકાગ્નિમિત્ર'માંની દાસીનું માનવું છે. વિદૂષક રાજા ને ગમે તેટલી મદદ કરે તે પણ રાજકાર્ય કરતાં ભેજનકાર્ય તેને માટે અધિક મહત્ત્વનું છે. નૃત્યપ્રયોગ હોય કે પછી રાજનું વિરહદુઃખ હોય, વિદૂષક જમણ છેડી કાંઈ પણ કરવા તૈયાર નથી. “વિક્રમોર્વશીયમાંને વિદૂષક તે “ભોજનભાઈ જ છે. તેને મનમાં, બેલવાચાલવામાં અને દિવાસ્વપ્નમાં પણ ખાવા સિવાય બીજુ જણાતું જ નથી. અડધો ચંદ્ર તેને લાડવાના ટુકડા જેવો લાગે છે. પુરૂરવા વિરહને લીધે દુઃખી હોય છે ત્યારે વિદૂષક તેનું નિદાન પિત્તપ્રકોપ જણાવે છે, અને પિત્તપ્રશમનાથે ભોજન લઈ આવવાની સુચના કરે છે. લાડવાની લાલચને લીધે તે રાજાને છોડીને રાણીના પક્ષમાં જવા તૈયાર થાય છે, “શાકુંતલમાંને માઢવ્ય નાયકને ફક્ત ખાવાની બાબતમાં જ મદદ કરવા તૈયાર છે. અને તેથી શિકારમાં આમથી તેમ ફરવાને લીધે જંગલમાં કવખતે ગમે તેવુ બાફેલું ખાવાને લીધે અને નદી-નાળાનું ખારું-તુરું પાણી પીવાને લીધે તે હેરાન થઈ ગયું છે. * રાણએ સ્વરિતવાચનનું આમંત્રણ આપ્યું હેવાનું જાણતાં જ પ્રિયદર્શિકામને વિદૂષક તત્પરતાથી કૂવા ઉપર હાવા જાય છે, અને મંત્ર ભણનો હોય તેમ હોઠ ફફડાવતે રાજમહેલ તરફ દોટ મૂકે છે. “રત્નાવલી”માંને વિદૂષક ભેટ લેવા માટે હંમેશા તૈયાર હોય છે, અને ભોજન જેવી એક જ વસ્તુની તેને ખરેખર જણ હેવાથી “દ્વિપદીખંડ' જેવું નૃત્યનું નામ સાંભળતાં એ એને લઈ ખાદ્યપદાર્થ માની લે છે. “નાગાનંદ'માંના આત્રેયના શરૂઆતના દિવસે ઘણુ જ મુશ્કેલી ભર્યા હોય છે, કારણ કે નાયક તાપસવ્રત પાળતું હોવાને લીધે તેને બિઅને ખાલી કંદમૂળ ખાઈને જ રહેવું પડે છે. અર્થાત્ પછી નાયકના વિવાહત્સવમાં એ ભૂખ્યા પેટને બદલે તેણે પૂરેપૂરે વસૂલ કર્યો જ હે જોઈએ સંસ્કૃત નાટકમાંના આ વર્ણને જોતાં આપણને એમ જણાય છે કે વિદૂષક ખાલી જનપ્રિય નથી. તેને ગળ્યા પદાર્થો અને મિષ્ટાન્નો ખાસ ભાવે છે. વિવિધ પ્રકારની વાનગીઓ તેને ગમે છે. આ સંબંધમાં બધા નાટલમાં લાડવાઓને શિલ્લેખ