________________ | ભજનપ્રિય વિદુષક તેઓ માને છે. તેમના કહેવા મુજબ-વિષકનું અહીનું (શાકુંતલમાંનું) વર્ણન તેને એકલાને નહીં પણ આખી સેનાને લાગુ પડે છે. વિદૂષક શિકાર બદલ તકરાર કરે છે. હવે, તે પોતે જ માંસાહારી હોય તે તેની તકરારમાં કઈ વજૂદ રહે નહીં, કારણ કે શેકેલું માંસ તેને જોઈએ તેટલું ખાવા મળી શકે. ટૂંકમાં મુદ્દો એ છે કે સેનામાં બધાને શેકેલું માંસ મળવાને લીધે તેઓ ખુશ છે, પણ બિચારા વિદૂષકને જે કાંઈ ઘેડું શાકાહારી ભેજન મળે તે ઉપર જ તેને સંતોષ માનવો પડે છે. ઉપરાંત ઉત્તર તરફના બ્રાહ્મણે માંસાહાર કરતા હોય તે પણ માંસાહારની પદ્ધતિ તે તરફ પ રૂઢ નથી.” શ્રી કરમરકરે કરેલું આ સમર્થન અતિશય નબળું છે એમ કહેવા સિવાય બીજે રસ્તે જ નથી. તેમણે આપેલ સમજતીમાં પહેલી ભૂલ તે કાલવિપર્યાસની છે. પ્રચલિત રિવાજો પરથી જે પ્રાચીન રિવાજે કલ્પવામાં આવે તે ઈતિહાસ અને ઉત્ક્રાન્તિનો કોઈ અર્થ જ રહે નહીં; અને આ મૂળ મુદ્દીં જ ભૂલ ભય હેવાને લીધે નાટકમાંનાં બીજાં વાકય પણ ગમે તે રીતે સમજાવવાનો પ્રસંગ તેમને આવ્યો છે. વસ્તુતઃ શાકુંતલના બીજા અંકનું પહેલું જ વાકય– હાય ! કોણ જાણે ક્યાંથી આ શિકારપ્રિય રાજાની દોસ્તી થઈ એવું મને લાગે છે, શું આખી સેનાને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે ? અને એ જ ભાષણમાં આગળ જતાં અરણ્યમાં તડકામાં આમ તેમ રખડવાને લીધે, અથવા તે ઘોડા ઉપર બેસીને હાડકાં ઢીલાં થઈ જવાને લીધે થતી વેદનાઓ, અપૂરી ઊંધ, અનિયમિત ખાવું, વગેરેની જે તકરારમાલિકા વિદૂષકે ગૂંથી છે તે શું આખી સેનાની અવસ્થા વર્ણવે છે ? સૈનિકોને “અતિ થવાને લીધે કંટાળે આવ્યું હોય તો પણ શિકારની મજા શું તેઓ નહીં માણતા હોય ? અર્થાત સુખલેલુપ વિદૂષકનું આ વ્યક્તિગત દુઃખ હેવું જોઈએ ! ખાવાપીવાની બાબતમાં પણ વિદૂષકની ખરી તકરાર શી છે તે તરફ કરમરકર સાહેબે ધ્યાન આપ્યું નથી. જે ખાવા મળે છે તે વખતસર મળતું નથી, અને આમ શિકારને લીધે ગમે ત્યારે (મનિયમ) જમણ પતાવવું પડે છે એ વિદૂષકની પહેલી તકરાર છે. અને, પીરસવામાં આવે તે કાંઈ નહી તે સારી રીતે રાંધેલું મસાલેદાર અથવા "ટફુલ' તે હોવું જોઈએ ? પણ અરણ્યમાં એવું કેણ રાંધે? મારેલા જાનવરનું લોઢાના સળીયાઓ ઉપર ગમે તેવું શેકેલું માંસ એને ખાવું પડે છે એ તેની બીજી તકરાર ! (ચૂલામાં–મૂચિ માદા મુક્ત) ભજનપ્રિય, અને તેમાં પણ જરા મસાલેદાર વસ્તુઓને આગ્રહ રાખનાર વિદૂષકને સમય તે અનિયમિત થયે જ છે, પણ તે સાથે ગમે તેવું કાચું પાકું માંસ તેને ખાવું પડે છે એ તેના વ્યક્તિગત દુઃખનો જ ભાગ છે!