________________ વિદૂષકની ઉત્પત્તિ 25 પણ જાવાના યોગ ઓરાંગ નામના નાટયપ્રકારમાં વિદૂષક તે બેટમાંની અત્યંત પ્રગભ એવી જે બોલચાલની ભાષા છે, તેને જ ઉપયોગ કરે છે. એટલે કે તે તદ્દેશીય “સંસ્કૃતમાં જ બોલે છે. 29 આ ઉપરથી પ્રાગૈતિહાસિક કાળમાં ભારતીય નાટકની રચના સંપૂર્ણપણે સંસ્કૃતમાં થતી હોવી જોઈએ, એમ લાગે છે. તત્કાલીન નાટકમાં વિદૂષક પણ -સંસ્કૃતમાં જ બોલતો હોવો જોઈએ, અને આ સંસ્કૃતભાષી વિદૂષક ઉપરથી જ જાવામાંનું વિદૂષકનું પાત્ર નિર્માણ થયું હોવું જોઈએ એમ આ પુરા જોતાં આપણું ખાતરી થાય છે. ટૂંકમાં, આપણે એટલું જ કહી શકીએ કે વિદૂષકની ભાષા આરંભથી જ પ્રાકૃત હતી એમ માનવાની જરૂર નથી. વિદૂષકની ભાષા પ્રાકૃત હોવી જોઈએ એવો નાટયશાસ્ત્રનો નિયમ છે, અને સંસ્કૃત નાટકમાં તેનું પાલન થયેલું છે એ બદલ શંકા નથી, પણ તે ઉપરથી તેની જાત નક્કી કરી શકાય નહીં. સૂત્રધાર હમેશાં બ્રાહ્મણ હોવો જોઈએ એવો નિયમ નથી, છતાં ભાસનું “ચારુદત્ત' કે શુદ્રકનું “મૃછકટિક છેડીએ, તે સૂત્રધાર હંમેશા સંસ્કૃતમાં જ બોલતો હોય છે. તેમજ, ભાસના “કણુભાર’માં બ્રાહ્મણવેશધારી ઇન્દ્ર પ્રાકૃતમાં જ બોલતો હોય છે. આમ, ભાષા ઉપરથી કેઈ પાત્રનું મૂળ નકકી કરવું ભૂલભરેલું છે એમ કહી શકાય. નાટકમાં પાત્રાએ કઈ ભાષા. વાપરવી તે વિશેના નિયમ કેવળ શાસ્ત્રપ્રણીત છે. તેને સંબંધ પાત્રની જાત સાથે હોઈ શકે નહીં. નાટયરચનાના સંકેતને અનુસરીને ભાષાની યોજના થતી હોય છે. તેથી વિદૂષકનું મૂળ શોધવાને નવીન પ્રયત્ન કરવાની જરૂર રહે છે. વિદૂષકનું મૂળ તેની લોકપ્રિયતામાં છે એ કીથને પણ માન્ય છે. ફક્ત એ કપ્રિયતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ—ધાર્મિક કે લૌકિક–એ પ્રશ્ન છે. કીથના મત પ્રમાણે તે ધાર્મિક હોવું જોઈએ, કારણ કે વિદૂષકને અવતાર વૈદિક સાહિત્યમાં થયે એવું પુરવાર કરી શકાતું હોય, તે પછી લૌકિક કારણે શોધવા બિનજરૂરી અને ભૂલભરેલાં છે, લેકનાટયને પ્રભાવ માન્ય કરનારા વિદ્વાને પણ મહાવ્રતમાંને બ્રહ્મચારી અને સોમક્રયણમાને શૂદ્ર એ બેના મિશ્રણમાંથી વિદૂષક તૈયાર થયે એમ માનવા તૈયાર છે, એવું કીથ કહે છે. પણ જ્યાં સુધી આ ધાર્મિક સંબંધ સિદ્ધ કરી શકાય નહીં, અને વિદૂષકની વિશેષતાઓ અન્ય માર્ગે ‘ઉકેલીને બતાવવી અશક્ય છે એવું બતાવાય નહીં, ત્યાં સુધી ધાર્મિક સંબંધને આગ્રહ રાખ અગ્ય લેખાશે. વસ્તુતઃ સંસ્કૃત નાટકનું મૂળ અને તેમાંના વિદૂષક જેવા નાટકના વિશિષ્ટ પાત્રના મૂળ વિશેના પ્રશ્ન સ્વતંત્ર હેઈ, તે બંનેની ભેળસેળ ન કરતાં બંનેને