________________ વિષક - વિદૂષકને નાટકારોએ હંમેશાં બ્રાહ્મણ બતાવ્યો છે. અને તેથી સ્વાભાવિક રીતે જ તેના યજ્ઞોપવીતનો ઉલ્લેખ નાટકોમાં જોવા મળે છે. “અવિમારકમાંને સંતુષ્ટ કહે છે કે ખરી રીતે તે તે જઈ પહેરે છે, માટે જ તે બ્રાહ્મણ છે. મૃચ્છકટિકમાં ચારુદત્ત મૈત્રેયને પિતાની પાસે બેસાડી રાખવા તેનું યજ્ઞોપવીત ખેંચે છે. માલવિકાગ્નિમિત્રમાં બનાવટી સર્પદંશની વેદનાઓ થંભાવવા વિદૂષકે જઈને ઉપગ દેરીની જેમ બાંધવાને માટે કર્યો છે. “રત્નાવલી'માંને વિદૂષક જનેઈના સોગંદ લે છે, અને “નાગાનન્દીમાંના આત્રેયની જનોઈ ધમપછાડામાં તૂટી જાય છે, ત્યારે તે બિચારા પાસે પિતાનું બ્રાહ્મણ્ય સિદ્ધ કરવા સૂતરને એક દરો પણ રહેતું નથી સંસ્કૃત નાટકમાં ઘણી વખત વિવિધ વસ્ત્રાલંકારને ઉલ્લેખ જણાય છે. “વિક્રમોર્વશીયમાં જ્યારે રાજ પોતાની વેશભૂષા કરતે હેય છે, ત્યારે વિદૂષક પણ લો અને લેપ દ્રવ્યમાંને પિતાને ભાગ લેવા આગળ આવે છે. “નાગાનન્દ નાટકમાં નાયકના લગ્ન સમારંભમાં વિદૂષકને પણ ચંદનાદિ સુંગધી દ્રવ્ય, ગળામાં પહેરવા ફૂલની માળા, રેશમી વસ્ત્રોની જોડી વગેરે વસ્તુઓ ભેટ આપવામાં આવે છે. હર્ષે પિતાના નાટકમાં વિદુષકના વિવિધ અલંકારને–દા. ત. કર્ણભૂષણ, હાર તથા સોનાનાં કડાંને ઉલ્લેખ કર્યો છે. રત્નાવલીમાં તે વિદૂષકને પિતાનું કડું મળતાં, તે એટલે ખુશ થઈ જાય છે, કે તે તરત જ તે કડું પહેરી પોતાની પત્નીને બતાવવા જાય છે. રાજશેખરનો ચારાયણ નાયકે વસ્ત્રાલંકાર પહેર્યા પછી વધેલાં વસ્ત્રો અને અલંકાર પિતાને માટે લેવા ઉતાવળ કરે છે, તેમજ જ્યારે કપૂરમંજરી આવે છે, ત્યારે તેને બેસાડવા કપિંજલ પિતાને ખેસ જમીન ઉપર પાથરે છે! સંસ્કૃત નાટકમાં વિદૂષકના સાજ સાથે આવશ્યક એવી એક વાંકીચૂંકી. લાકડીને ઉલ્લેખ ઘણી વખત કરવામાં આવે છે. આ “દંડકાઈ' અથવા “કુટિલક નામની લાકડીને ઉલેખ ભરતે પણ કર્યો છે. આ લાકડી ત્રણ ઠેકાણે વળેલી, જીવાતે કેરી નહીં ખાધેલી, અને ગાંઠવાળી, અથવા વચ્ચે કોઈ ડાળી હોય એવી હોય છે. 27 ખરી રીતે તે આ વક્રદણ્ડનું મૂળ બ્રહ્માના આયુધમાં રહેલું છે, અને નાટયપ્રયોગ વખતે જ્યારે “વિદ” ઉપદ્રવ કરતાં, ત્યારે તેમને નાશ કરવામાં તેને ઉપયોગ થતો. તેથી જ તેને “જર્જર' એવું ગ્ય નામ પ્રાપ્ત થયું.. એ જર્જર અથવા વક્રદડ આગળ જતાં વિદૂષકના હાથમાં આવ્યો, અને વિદુપક સાથે સંબદ્ધ બીજી વસ્તુઓની જેમ આ લાકડીને હાસ્યકારક રીતે ઉપયોગ થવા લાગ્યો. આ વાંકીચૂંકી લાકડી લઈ ફૂલ ઉપરના ભમરા અથવા તે કબૂ