________________ . વિક (2) ભરતે જેમ રૂપકના 10 પ્રકાર નેધ્યા છે, તે પ્રમાણે નાયકના પણ. દેવ, રાજ, અમાત્ય તથા વણિક એવા ચાર પ્રકારે તેણે આપ્યા છે. તે પૈકી મૃછકટિકને નાયક વણિક પ્રકાર છે. પણ તેની જાત બ્રાહ્મણની છે. ટૂંકમાં સંસ્કૃત નાટકના નાયકે ઉચ્ચવર્ષીય હેય છે. સ્વાભાવિક રીતે જ ઉરચવર્ષીય નાયકના સહચર અને જિગરજાન દોસ્ત તરીકે કામ કરનાર વિદૂષક સામાજિક દૃષ્ટિએ નાયકના મોભાને શેભે એવો હોવો જોઈએ. ઉચ્ચવર્ગીય નાયકને સહચર જે હલકી જાતને બતાવવામાં આવે તે તેમની મૈત્રી પ્રેક્ષકેને ખટક્યા વિના રહે નહીં, અને જ્યાં સુધી નાટકકાર એ પ્રકારની વિસંવાદિતા વિશે કાઈ પણ પ્રકારની સમજૂતી આપે નહીં ત્યાં સુધી તેમનું સમાધાન થઈ શકે નહીં. આપણું સામાજિક જીવનની કેટલીક રૂઢિઓ હેાય છે, તેના અપવાદે પ્રત્યક્ષ જીવનમાં ભલે જણાય તે પણ જનમાનસની એ સામાજિક રૂઢિઓ ઉપર શ્રદ્ધા હોય છે, અને કાંઈ નહીં તે નાટક જેવા લોકાભિમુખ પ્રદર્શનમાં એ રૂઢિઓનું પાલન થયેલું બતાવવામાં આવે એવી સાધારણ અપેક્ષા લેકમાનસની હોય તે તે સ્વાભાવિક છે. આમ ખાનગી જીવનમાં સજાને “મસ્કરશે” કઈ જાતને છે એ પ્રશ્ન ઉદ્ભવ ન હોય તે પણ નાટયનમાં એ પ્રશ્ન મહાને બને છે, અને તેથી, નાયકના મોભાને શોભે એ દરજએ વિદૂષકને આપ નાટકકારે માટે આવશ્યક બને છે. પ્રહસનાત્મક નાટકમાં પાત્રોના સામાજિક દરજજાને મહત્વ હેતું નથી. કારણ કે તેમાં હાસ્ય પ્રધાન હોય છે, અને ઘણીવાર તે તેમાં આવતી વિસં– વાદિતા નાટકમાંના હાસ્યને પોષક થતી હોય છે. પરંતુ સુખાત્મક હોવા છતાં જે નાટક ગંભીર સ્વરૂપનું હોય, તેમાંના પાત્રો વિશિષ્ટ દરજજાનાં હેય, સમાજ-- જીવનનું તેમાં વિશિષ્ટ દર્શન કરાવવામાં આવ્યું હોય, તે તેમના પરિહાસને સામાજિક સભ્યતાની વિશિષ્ટ મર્યાદાઓ પ્રાપ્ત થાય છે. એવાં નાટકમાં, નાટકને, સહચર હલકી જાતને શેમી શકે નહીં. આમ સામાજિક સભ્યતા પણ વિદૂષકને બ્રાહ્મણ બનાવવામાં કારણુરૂપ થઈ હેવી જોઈએ. (3) ઉપલબ્ધ સંસ્કૃત નાટકે પૈકી ઘણુંખરાં દરબારી નાટકે છે. તેઓ સુખાત્મક હેઈ, તેમને નાયક રાજા હોય છે. રાજાને એક મિત્ર તરીકે વિદૂષકને વિશિષ્ટ અધિકાર હોવો જોઈએ. રાજાના અંતઃપુરમાં ગમે ત્યાં ફરવાની તેને છૂટ હોય છે. તત્કાલીન સામાજિક રૂઢિઓ ધ્યાનમાં લેતાં આ પ્રમાણે છૂટથી ફરી શિકનાર વ્યક્તિ ચારિત્ર્યશુદ્ધ હોય એવી એક અપેક્ષા રાખવામાં આવે તે, તે જ પ્રમાણે તે ઉચ્ચવર્ષીય હેય-તેનું સામાજિક સ્થાન ઊંચું હોય કે જેથી તેની