________________ વિદૂષી નાત સાથે બેસવા આલવામાં કઈને કેચ ન જાય...એવી બીજી અપેક્ષા હોય છે તે સ્વાભાવિક છે. આવી અપેક્ષાઓમાંથી, અને વિદૂષકને પ્રાપ્ત થયેલ વિશિષ્ટ અધિકારોમાંથી તેનું ઉચવણ - પરિણમ્યું હોવું જોઈએ એમ આપણે કહી શકીએ." . () વિદૂષક પાસે એક બીજો અધિકાર છે. તે પોતે મશ્કરીને પાત્ર હોય, તે પણ તે બીજની મશ્કરી કરવાનું છોડતો નથી. તેને મળેલું પાણીનું સ્વાતંત્ર્ય અસીમ છે. નાયક-નાયિકા, રાજા-રાણી, ઋષિ-પુરોહિત તેમ જ અમાત્ય અને સેનાપતિથી માંડીને દાસી અને વૈશ્યાઓ સુધી બધાની તે મન ફાવે તેવી મશ્કરી કરી શકે છે. વિદુષકી ટેપી પહેરી એકવાર તે રંગભૂમિ ઉપર આવે, એટલે નાટક ચાલે ત્યાં સુધી તેના પરિહાસમાંથી કોઈ છટકી શકે નહીં. પરંતુ તેમ. હોવા છતાં, વિદૂષકનું આ પરિહાસ-સ્વાતંત્ર્ય તાવવામાં પણ નાટકકારોને કલાના નિયમો પાળવા પડે છે. ખાનગી જીવનમાં ભલે ગમે તે ગમે તેની ગમે તેવી મશ્કરી કરે, પણું નાટક દ્વારા જ્યારે સામૂહિક જીવન બતાવવામાં આવ્યું હોય, ત્યારે તેમના પરિહાસને કલાના નિયમોની લગામ બાંધવી આવશ્યક છે. તેથી વિદૂષકને જે ઉપહાસસ્વાતંત્ર્ય આપવામાં આવે છે તે સાથે તેને એક વિશિષ્ટ સામાજિક રસ્થાન પણ આપવું જોઈએ, જેથી તેની ઉપહાસાત્મક ટીકામાંની તીણતા કોઈને બાધક થાય નહીં. અને જે વિદૂષકને ઐવું વિશિષ્ટ સ્થાન આપવામાં આવૈ તો તેની ટીકા પાછળનૅ કૅઈ દુષ્ટ હેતુ શોધવાની જરૂર રહેતી નથી. વિદૂષકે કરેલો ઉપહાસ નિરાગસ અને નિખાલસ હોય તો જ સ્થા તેની મજા માણી શકે. વિદૂષકને એવું સ્થાન મેળવી આપવામાં તેને ઉવ્યવણ બતાવે આવશ્યક છે. તેમ કરવામાં સ્વાભાવિક રીતે જ તેનું પાત્ર સામાન્ય રીતે જણાતી નિદા, માસિર યા હૈ અન્ય પ્રકારની દુષ્ટતાથી પરે છે ને છે. તેને પરિહાસ સહેતુક મટી નિરાગસ બને છે. તે સાથે મોટાંઓની નાનાઓએ કરેલી મશ્કરી જોવામાં જે એક પ્રકારને અપ્રિય સકેચ નિર્માણ થાય, તેને પણ અવકાશ રહેતા નથી. સામૂહિક માનસશાસ્ત્ર પર આધારિત કલાની આ મર્યાદાને લીધે વિદૂષકને ઉરચવર્ષીય - એટલે કે બ્રાહ્મણ - બતાવવો ખુબ જ સગવડભર્યું જણાવ્યું હોવું જોઇએ. (5) આ સંબંધમાં એક સાંસ્કૃતિક મુદ્દો પણ જોવા જેવે છે. વિદૂષક : પોતે મૂખ હોવાનો ડોળ કરે તે પણ તે જીવનને એક બુમિબજ ટીકાકાર છે એ વીસરી શકાય નહીં. જીવન વિશેની સમજ અથવા તે જીવનમાંની વિસં.. ગતિ બતાવી તૈની ઉપર હળવી ટીકા કરવાની પાત્રતા માટે અમુક એક પ્રકારની