________________ વિદૂષકની જાત (1) વિદૂષક નટમંડળીના આવશ્યક ઘટકે પિકી એક હતે. નાટકના પૂર્વરંગમાં હંમેશાં તેને કામ કરવું પડતું. પૂર્વ રંગ એ એક વિસ્તૃત ધર્મવિધિ હેઈ, તેમાં નૃત્ય, સંગીત વગેરે અનેક અંગને સમાવેશ થયો હોવાં છતાં તેનું મુખ્ય સ્વરૂપ ધાર્મિક છે. અને ધાર્મિક વિધિમાં એકાદ બ્રાહ્મણ અવશ્ય હોવો જોઈએ. હવે પૂર્વરંગને સંયોજક અથવા પ્રદર્શક બ્રાહ્મણ હેાય છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વિદૂષક દ્વારા પૂર્વ રંગમાંના બ્રાહ્મણની ખેટ પૂરી કરાતી હોય તે ઈચ્છનીય અથવા આવશ્યક હતું એમ પૂર્વરંગનું ધાર્મિક સ્વરૂપ ધ્યાનમાં લેતા જણાય છે. અને એ દૃષ્ટિએ ભરતે જે વિદૂષકનું બ્રાહ્મણત્વ સ્વીકાર્યું હોય તે તે યોગ્ય જ છે. નાટયશાસ્ત્રનાં વિધાને આપણે કાળજીપૂર્વક તપાસીએ તે એવું જણાય છે કે વિદૂષક નામને નાટકમાંને વિનોદી નટ જ હંમેશાં પૂર્વ રંગમાંના વિદૂષકની ભૂમિકા બજાવતો, એવું નથી. ઘણીવાર સુત્રધારને સહાયક પારિવાર્ષિક પણ વિદૂષકની ભૂમિકામાં જણતે. શાસ્ત્રગ્રંથમાં આ પ્રકારની જે છૂટ આપવામાં આવી છે, તે ઉપરથી આપણને એમ જણાય છે કે પૂર્વ રંગમાં ધાર્મિક દૃષ્ટિએ વિદૂષકની એટલે કે કેઈ બ્રાહ્મણની આવશ્યકતા હતી. તે માટે વિદૂષકનું કામ કરનાર વિશિષ્ટ નટ જ હાજર હોવો જોઈએ એવું ન હતું. તેના બદલામાં બીજે.. નટ આવી શકતું હતું પણ એવી ફેરબદલી કેવી રીતે થઈ શકે? કારણ કે બદલામાં આવતા નટમાં વિવેદી ભૂમિકા ભજવવાનું પણ સામર્થ્ય હેવું જોઈએ !. ટૂંકમાં, પૂર્વ રંગમાં વિદૂષકના કામ માટે તેના બદલામાં બીજે નટ આવી શકે એમ કહેવામાં વિદૂષકના વિનોદ કરતાં, અથવા તેના વિનાદ સાથે, તેનું બ્રાહ્મણત્વ અધિક અભિપ્રેત હતું એમ આપણે કહી શકીએ. તેથી વિદુષક અથવા અન્ય નટ આ ધાર્મિક વિધિમાં આવે એટલે પ્રેક્ષકોને પણ એક બ્રાહ્મણ પણ સામેલ હોવાને સંતેષ મળી શકતો. ટૂંકમાં, વિદૂષક એટલે બ્રાહ્મણ જ એવું સમીકરણ જે જાણે પ્રેક્ષકે કે નટોના મનમાં ઠસી ગયું હતું. અર્થાત વિદૂષકનું બ્રાહ્મણત્વ એ કાંઈ સાવ ઉપરછલું, બાહ્ય, અથવા વિનંદ ખાતર તેની સાથે ચટાડવામાં આવેલું ન હતું. વિદુષકને ભરતે અનેક કામો સોંપ્યાં હતાં તેમાં હાસ્ય નિર્માણ કરવું એ જે પ્રમાણે તેનું એક સામાન્ય કામ હતું, તે પ્રમાણે પૂર્વરંગનું વિશિષ્ટ કામ પણ તે સાથે તેને સોંપવામાં આવ્યું હતું. વિદૂષક પોતાનાં વિવિધ કામ કરી શકે, અને વિશેષતઃ પૂર્વ રંગમાંની ધાર્મિક બાજુ સંભાળી શકે તે માટે તેને બ્રાહ્મણ બનાવ ફાયદાકારક હતું. અને તેથી ભારતે તેને “વિપ્ર કહ્યો હોવો જોઈએ. અર્થાત એ શાસ્ત્રવિધાનનું નાટકકારોએ બરાબર પાલન કર્યું છે. આમ વિદૂષક બ્રાહ્મણ હેવાનું એક કારણ પૂર્વરંગમાંના ધાર્મિક ભાગ સાથે સંબદ્ધ છે એમ આપણે કહી શકીએ.