________________ પ્રકરણ કશું વિદૂષકની જાત વિદૂષક વિશે લખતાં ભરતે “દ્વિજન્મા' શબ્દ વાપર્યો છે. દ્વિજન્મા અથવા “દિજમાં નૈવણિ કેને સમાવેશ થાય છે, અને તેથી એ શબ્દ વિદૂષકની જાતિ વિશે કઈ ચોખવટ કરી શકે નહીં. પ્રસ્તુત શ્લેકમાં “ધિજન્મા' ને બદલે દિજિહા' એ પાઠ ઉપલબ્ધ છે. તેને અર્થ “સાપવાળે” અથવા બે જીભ વા' (ચાડિયો) એ થઈ શકે. આ શબ્દ દ્વારા સ્વાભાવિક રીતે જ વિદૂષકની અસંબદ્ધ બોલવાની, અથવા તે (ચાડી ખાધા પછી) પિતા ઉપર આવે ત્યારે આમતેમ ગપ્પાં મારવાની ટેવોને બંધ થાય છે. પરંતુ નેપથ્યજ હાસ્ય વિષે કહેતાં ભરતે અન્યત્ર વિપ્ર શબ્દને પ્રયોગ કર્યો છે. અને વિપ્ર એટલે બ્રાહ્મણ અર્થાત વિદૂષક જે બ્રાહ્મણ જાતિને જ હોય, તે ભારતનું આ વિધાન વિશિષ્ટ સંદર્ભમાં જ સમજવાની જરૂર છે. ભરતે ચાર પ્રકારના વિદૂષકે કહ્યા છે. તે પૈકી એક “લિગી” અથવા તાપસ નામને વિદૂષક હેાય છે દેવતાવિષયક નાટકમાંને પહેલો વિદૂષક નારદ સરરૂપે રંગભૂમિ ઉપર અવતર્યો હોવો જોઈએ એવું અમે આ પહેલાં બતાવ્યું છે. તે દૃષ્ટિએ વિદૂષક તાપસ અગર તે બ્રાહ્મણ હવે જોઈએ એમ પ્રસ્તુત વિધાન કહે છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પછીના શાસ્ત્ર ગ્રંથમાં વિદૂષકની જાતિ વિશે કઈ વિધાન જાણતું નથી. તેથી ભરતે સંમત કરેલું વિદૂષકનું બ્રાહ્મણ્ય પછીના શાસ્ત્રકારોએ પણ માન્ય રાખ્યું હોય એમ જણાય છે; અને ઉપલબ્ધ સંસ્કૃત નાટકે જોઈએ તે વિદષકની જાત વિશે કોઈ શંકા રહેતી નથી. બધા જ નાટકકારોએ વિદૂષકને બ્રાહ્મણ ચિતર્યો છે, અને એ રીતે એમણે ભરતના ઉપર્યુક્ત વિધાનનું પાલન કર્યું છે. ટૂંકમાં, વિદૂષક બ્રાહ્મણ હોવો જોઈએ એવી નાટ્યરૂઢિ રંગભૂમિ ઉપર નિર્માણ થઈ તે ઘણું ખરું અબાધિત રહી છે. આ રૂઢિ કેવી રીતે નિર્માણ થઈ, અને ભરતે પણ વિદૂષકને વિપ્ર” કહીને એ રૂઢિને શાસ્ત્રપ્રામાણ્ય કેવી રીતે બન્યું, એ જાણવું મને રંજક હોય તે પણ તે વિશે કઈ પણ સાહિત્ય ઉપલબ્ધ નથી. અને તેથી તેના જવાબો શોધવા કઠણ છે. છતાં વિદૂષક બ્રાહ્મણ જ કેમ” એના કારણે તર્ક બુદ્ધિ અને એતિહાસિક અવલોકન દ્વારા શોધવાં શક્ય છે.