________________ વિકાનું રૂપ વિદૂષકનું રૂપ કેવું હોવું જોઈએ એ વિશેની કલ્પનાઓ યથાકાળ બદલાઈ હોવાને કારણે, તેની રંગભૂષામાં તથા વેશભૂષામાં સમયાનુસાર ફેરફાર થયા હોવા જોઈએ. ગુપ્તકાળમાં વિદૂષકને ત્રિશિખ બનાવવા માટે ત્રણ અણીવાળી પાઘડી અસ્તિત્વમાં આવી. મરાઠી રંગભૂમિ ઉપર વિદૂષક અથવા ગરબ્રાહ્મણ માટે વપરાતી લાલ રંગની કાનપી એ ત્રિશિખ ઉપરથી જ ઊતરી હોય એમ લાગે છે. વેશભૂષામાં જણાતા આ ફેરફાર યથાસમય બદલાયા હોય તો પણ માંકડાં જેવું રૂ૫. લાકડા જેવા અથવા તે ટોપલા () જેવા કાન ઈત્યાદિ નાટકકારેએ બતાવેલી તેની શારીરિક વિશેષતાઓ બતાવવા માટે બનાવટી મેઢાંની આવશ્યકતા હોય એમ લાગતું નથી. આવશ્યક રંગો સાથે બનાવટો કાન અથવા દાઢી ચોંટાડીને વિદૂષકનું પાત્ર જોઈએ તેમ તૌયાર કરી શકાય. તેથી બનાવટી મેંઢાંઓને ઉપયોગ તે વખતે પરિચિત હોય તે પણ વિદૂષકનું પાત્ર તૈયાર કરતી વખતે તેને ઉપયોગ થતો કે કેમ તે બદલ શંકા છે. કદાચ, રાજશેખરના જમાનામાં વિદૂષક બનાવટી મેંઢું ચઢાવી રંગભૂમિ ઉપર આવતો હોવો જોઈએ. વિદૂષકની વેશભૂષા વિશે કેાઈ વિશેષ માહિતી શાસ્ત્રગ્રંથમાં મળતી નથી. ચીર (વલ્કલ), ચર્મ (ચામડું) અને ચીવર (ભિક્ષુઓનું વસ્ત્ર) દ્વારા વિદૂષક બનાવટી મેટું ચઢાવી રંગભૂમિ ઉપર આવતે હેવો જોઈએ. વિદૂષકની વેશભૂષા વિશે કોઈ વિશેષ માહિતી શાસ્ત્રગ્રંથોમાં મળતી નથી. ચીર (વકલ), ચર્મ (ચામડું) અને ચીવર (ભિક્ષુઓનું વસ્ત્ર) દ્વારા વિદૂષક મંડિત થાય છે એમ ભરતે કહ્યું છે. 22 મૂળ શબ્દનો અર્થ “સામાન્ય કપડું અથવા તે ચિથરાં એમ પણ કરવામાં આવે છે. નેપથ્યહાસ્યના સંદર્ભમાં રામચંદ્ર ઢીલાં કપડાંઓને ઉલેખ કર્યો છે.૨૩ કદાચ વિદૂષક તદ્દન ઢીલું ધોતિયું પહેરતો હોવો જોઈએ, અને તેથી રંગભૂમિ ઉપર હાસ્યના પ્રસંગે નિર્માણ થતા હોવા જોઈએ. રાજાના અંતઃપુરમાં વિદૂષક 2થી ફરી શકે છે એવું સાગરની આપણને જણાવે છે. 24 અને તે બરાબર છે. અંતઃપુરમાં ફરનાર વ્યક્તિના વેશ વિશે ચર્ચા કરતા નાટ્યશાસ્ત્રમાં “ભગવાં કપડાં કે પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.૨૫ અર્થાત ભરતે વર્ણવેલા ચાર પ્રકારના વિદૂષકે પૈકી તાપસ અને દ્વિજ પ્રકારના વિદૂષકે માટે આવાં કપડાં કહેવાય, પણ સામાન્ય રીતે વિદુષક બાઘા જેવાં કપડાં પહેરતા હોવા જોઈએ, અને તેથી હાસ્ય નિર્માણ થતું હેવું જોઈએ. કિં બહુના, શારદાતનય તથા શિષ્ણભૂપાલે વિદૂષકની વિકૃત વાણી અને વેશભૂષા દ્વારા હાસ્ય નિર્માણ થાય છે એમ સ્પષ્ટ જ કહ્યું છે.