________________ વિદૂષકનું રૂપ 55 વિવિધ પ્રકારનાં પાત્રાએ પ્રતિશિર (પ્રતિશીર્ષ) અથવા શિરવેઝન કયા પ્રકારે વાપરવું તેનું વર્ણન નાટયશાસ્ત્રમાં આવે છે.૧૪ વિશિષ્ટ પ્રકારનાં શિરોવેષ્ટનને લીધે નટ કર્યું પાત્ર ભજવે છે તે સહેલાઈથી સમજી શકાય છે એ અભિનવનું કથન પેશ્ય છે; પરંતુ ચેટ, વિદૂષક જેવા ત્રીજા વર્ગનાં (અધમ) પાત્રો માટે કઈ પણ પ્રકારના શિરેવેન્ટનને ભરતે ઉલ્લેખ કર્યો નથી, એટલું જ નહી પણ વિદૂષક ત્રિશિખ, ટાલવાળે, અથવા તે કાકપદ જેવા વાળવાળે. જોઈએ એમ કહીને તેની વિશિષ્ટ કેશરચનાનો તેણે ઉલ્લેખ કર્યો છે. ગુપ્તકાલીન ચિત્રાવલીમાં ઠીકરા ઉપર ચિતરેલું એક ચિત્ર જોવા મળે છે. તે ચિત્રમાં એક સ્ત્રી એક પુરુષના ગળામાં રૂમાલ બાંધી તેને ખેંચતી હોય એવું દશ્ય છે. ડે. વાસુદેવશરણ અગ્રવાલના મત પ્રમાણે પ્રસ્તુત ચિત્ર વિદૂષક અને દાસીનું હોઈ, તેમાં રાજમહેલમાં હંમેશને એક ક્રીડાપ્રસંગ ચિતરવામાં આવ્યો છે. 17 ડે. અગ્રવાલને મત સ્વીકારીએ તે ચિત્રમાં દોર્યા પ્રમાણે, ગુપ્તકાળમાં વિદૂષક માથે ત્રણ અણુવાળી પાઘડી પહેરતો હે જોઈએ એમ કહી શકાય. વિમલસૂરિના (ઈ.સ. ૪થી સદી) “q૩મરિવ' નામના પ્રાકૃત ગ્રંથમાં (1.19) એક ઉપમા દ્વારા વિદૂષકના કાન લાકડાના હોવાને ઉલ્લેખ છે. પ્રસ્તુત કાવ્યના રવિષેણે કરેલ સંસ્કૃત અનુવાદમાં એ ઉપમા બાતલ કરવામાં આવી છે. પરંતુ મૂળના “માં” શબ્દ ઉપરથી જેને લાકડાના કાન ય એવું બનાવટી મોટું વિદૂષક વાપરત લેવો જોઈએ, અને પાછળથી એ પ્રથા બંધ પડી હેવી જોઈએ, એવો ડે. ઉપાયેનો તર્ક છે. 18 ખરી રીતે તે આ બાબતમાં કંઈ પણ ચક્કસ કહેવું કઠણ છે, કારણ કે પ્રસ્તુત શ્લોકમાં “રામ' શબ્દને શાબ્દિક અર્થ અભિપ્રેત નથી. જો આપણે તેને “નિરુપયોગી કાન” (એટલે કે જેઓ કંઈ સાંભળી શકે નહીં, અથવા તે ફક્ત દેખાવના જ છે) એવો લાક્ષણિક અર્થ લઈએ, તે રવિષેણે આપેલ તે શબ્દની શવારપારિૌ એ સમજુતી સાથે તે સુસંગત છે, વિદૂષકના કાન નિરુપયેગી છે, કારણ કે તેને શ્રુત નથી, વિદૂષક પાસે વિદ્યા નથી એવો રામ શબ્દનો અર્થ હેવાની શક્યતા છે. પરંતુ, વિદૂષકની રંગભૂષામાં બનાવટી મોઢાંઓને ઉપયોગ કરવામાં આવતા કે કેમ એ એક વિવાદસ્પદ છતાં મને રંજક પ્રશ્ન છે. રાજશેખરના કપૂરમંજરી નામના પ્રાકૃત સટ્ટકમાં આ વિશે ત્રણ ઉલ્લેખ આવે છે–(૧) નેપથ્યગૃહમાં (સત્રધારની સહકારિણ-) નટી વિવિધ પાત્રોનાં મોઢાં બેસાડે છે, એમ સૂત્રધાર કહે છે (અંક 1.40-5) (2) ચેથા અંકમાં સ્ત્રીઓ નિશાચરી મોઢાં ચઢાવીને મશાનનૃત્ય કરતી હોય એવું દશ્ય આવે છે (અંક 4.15) (3) પહેલા અંકમાં