________________ 60 કવિના નાટકમાં વિદૂષકને દૈત્યરાજ રાવણના નર્મસચિવ તરીકે ઓળખવામાં આવ્યો છે. લક્ષ્મી સદીનાં કિર્લોસ્કરના “સૌભદ્ર' નામના મરાઠી નાટકમાં ઘટત્કચનું પાત્ર ચિતરવામાં આવ્યું છે, નિદ્રાધીન સુભદ્રાને તેના મહેલમાંથી નસાડી રૈવતક પર્વતની ગુફા પાસે લઈ આવવાની કામગીરી શ્રીકૃષ્ણ તેને સેંપી હતી. સૌભદ્ર નાટક જેમણે જોયું હોય, તેઓ તેમાંનું પાત્ર, અને તેમાંથી નિપજતું હાસ્ય સમજી શકે. યુરોપ અને ઈંગ્લેંડમાંનાં પ્રાથમિક નાટકોને દાખલે આ વિશે ખૂબ ઉબેધક છે, કારણ કે તે નાટકમાં “શેતાન” અથવા “પાપ”નું ચિત્રણ વિવેદી રીતે થતું એ બદલ ચક્કસ પુરા ઉપલબ્ધ છે. આ બાબતમાં છે. ગાર્ડન લખે છે, “જનાં અભુત નાટકમાં (miracles) ઉલ્લસિત કરનારો ભાગ હમેશાં રાખવામાં આવતો. દા. ત. બકરો ચોરી જનાર “બકરાર', નહીં તો નેહાની વહુ જેવી ભારે દિમાગવાળી ઘરવાળી. આ ઉપરાંત દેવોની મશ્કરી ન કરવી એમ કહીએ તે છેવટે દૈત્યોએ આવી એ ભાગ ઉઠાવવો જોઈએ, આમ શેતાન” અને “દુર્ગુણેને ઈગ્લેન્ડમાં વિદી પાત્રનું સ્વરૂપ પ્રાપ્ત થયું. આગળ જતાં એલિઝાબેથના જમાનામાં અંગ્રેજી રંગભૂમિ ઉપરથી દુર્ગણોનું પાત્ર ગયું, અને તેનું સ્થાન શેકસ્પીયરના નાટકમાં જણાઈ આવતા “કલાઉન” નામના પાત્રે લીધું.• દુર્ગણ ના પાત્રમાં વિદૂષક અને “મોહ નિર્માણ કરનાર' એ બંને અને સમાવેશ થાય છે, એમ પ્રો. થોર્નડાઈક બતાવે છે. તેઓ કહે છે, “દુર્ગણ એ ખાલી હાસ્ય ઉત્પન્ન કરનારો નથી. તે લઢવાડ ઊભી કરનારાઓને આગેવાન છે, અને નૈતિક પ્રતીક નાટકે પ્રમાણે પ્રહસનાત્મક પ્રવેશોમાં પણ તે જણાય છે.”૪૧ આમ “દુર્ગુણ” એ વિદૂષકી હાસ્ય ઉત્પન્ન કરનાર પાત્ર છે એમ આપણે નિઃસંશય કહી શકીએ. આ સાથે, એ પણ ધ્યાનમાં લેવા જેવું છે, કે મશ્કરી અને પરિહાસની વૃત્તિ માણસના સ્વભાવમાં જ હોય છે. પ્રાથમિક અવસ્થાના માનવસમૂહમાં પણ ઉપહાસની અને વિડંબનની બુદ્ધિ જણાઈ આવે છે. જંગલી લેકમાં પણ મશ્કરી કરવાની તીવ્ર ઇરછા, અને વિનોદ વિશેને પ્રેમ જણાઈ આવે છે. ખરી રીતે તે કોઈ પણ કલાનું સ્વરૂપ વિડંબનમાં જ હોય છે, કારણ કે સામાન્ય કક્ષાના કલાકારો તે વિડંબનમાં જણાઈ આવતી બાહ્ય દેખાવની અતિશયોક્તિ દ્વારા જ પોતાની કલ્પના સાકાર કરતા હોય છે, અને તેથી જ જેમ્સ ફીબલમેનના મત પ્રમાણે વિદી પાત્ર એ માનવ જેટલું પુરાતન