________________ વિદૂષકની ઉત્પત્તિ 29 છે). તે સાથે જ અસુરોનું વિકરાળ સ્વરૂપ, તેમનાં પતન, પલાયન અને ચીસોવાળાં દશે (જે નાએ પોતાના ઉચિત અભિનય દ્વારા મૂર્ત કર્યા હેય) આવે, ત્યારે પ્રેક્ષકમાં નિર્માણ થતું હાસ્ય કાલ્પનિક નહીં, પણ તેટલું જ વાસ્તવિક હાઈ શકે. આ ઉપરથી આપણે એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે અસુરોના અથવા દુષ્ટ વ્યક્તિનાં રૂપમાં વિદી પાત્ર પહેલીવાર રંગભૂમિ ઉપર અવતર્યું હોવું જોઈએ. સંસ્કૃત નાટમાંના વિદૂષકના પાત્રને ઠીક સમજવા માટે ઉપરને નિષ્કર્ષ અને પ્રાકૃત ભાષા એ ત્રણ વિશેષતાઓને એટલું રૂઢ સ્વરૂપ પ્રાપ્ત થયું છે, કે કઈ પણ નાટકકારે આ ત્રણ નાટ્યરૂઢિને ભંગ કર્યો નથી. તે પૈકી વિદૂષકની જાત અને ભાષા વિશેના પ્રશ્નોની ચર્ચા આગળના પ્રકરણમાં કરવામાં આવી છે, પરંતુ અસુર અને બ્રાહ્મણ વિદૂષકને સંબંધ જોડવામાં કોઈને વિસંવાદિતા જણાય, તે તે અસ્થાને છે, એ અહીં કહેવું આવશ્યક છે. પ્રાચીન વૈદિક વાડ્મય અને બ્રાહ્મણ ગ્રંથની પરંપરા જોઈએ તો દેવ અને દાનવોને બંને “પ્રાજાપત્ય' એટલે કે પ્રજાપતિના જ પુત્ર હતા. તેથી હાસ્યોત્પાદનનું મહત્વનું અંગ એટલે કે શારીરિક વિકૃતિ વિદૂષકને કેવી રીતે મળી તેનું કારણ શોધવું જોઈએ. શારીરિક વિકૃતિ દ્વારા રંગભૂમિ ઉપર હાસ્ય નિર્માણ થાબ એ સ્વાભાવિક છે પણ એ વસ્તુ સંપૂર્ણ પણે નટ ઉપર કેમ ન છોડી શકાય? પાત્ર કેવી દીસે રંગવું, અને તે સાથે તાત્પાદકતા આણવા માટે રંગ, નેપથ્ય, અભિનય ઈત્યાદિ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જન્મજાત નટ જ જાણી શકે. એમ હોવા છતાં વિદૂષકના પાત્રનું જ ઝીણવટભર્યું વર્ણન ભરતે કેમ આપ્યું હશે, અને નાટકકારોએ એ બધાં વર્ણને નાટમાં લાવવાના પ્રયત્ન શા માટે કર્યા હશે? એનું કારણ મારી દષ્ટિએ એ હોવું જોઈએ, કે વિદૂષક એ પ્રાચીન પ્રાથમિક દેવાસુર નાટકમાંના અસુરેને વારસદાર હોવો જોઈએ. વિદૂષકનું વિકતત્વ અસુરની રંગભૂષામાંથી અવતર્યું હોવું જોઈએ, અને આ પ્રાચીન પરંપરાને લઈને વિદૂષકને ખાસ અહેવાલ ભરતે આ હેવો જોઈએ. અસુરનું પાત્ર અને વિનોદી પાત્ર એ બેમાં સંબંધ હોવાને અપ્રત્યક્ષ પુરાવો ઉત્તરકાલીન નાટમાં જોવા મળે છે. “મૃછકટિકને શકાર એ ખલપુરુષ છે, પણ તેનું ચિત્રણ વિકેદી પાત્ર જેવું છે, તેથી શકારના વર્તન વિશે તિરસ્કાર ઉપજે, તો પણ તેના બોલવાચાલવામાં એક પ્રકારની હાસ્યોત્પાદકતા છે, તે નકારી શકાય નહીં. ૧૨મી સદીમાં લખાયેલ “અદ્ભુત દર્પણ” નામના મહાદેવ