________________ નાટકના સૌથી પહેલા પ્રેગનું વર્ણન ભરતે કર્યું છે. પ્રસંગોની સામાન્ય રચના કરીને ભારત પિતાને નાટયદ લઈ પિતામહ બ્રહ્મા પાસે ગયા, અને તેમની સૂચનાનુસાર તેમણે પોતાનું નાટક સાદર રજૂ કર્યું. દેવ અને દાનવોના યુદ્ધમાં દાનવો નાશ પામ્યા હતા, અને બધા દેવ આનંદિત થયા હતા. મહેન્દ્રનો વિજયેત્સવ ચાલુ હતો, અને ઇન્દ્રધ્વજ’ અથવા વજમડ નામના ઉત્સવ પ્રસંગે ભરતે નાવેદને પ્રયોગ કરી બતાવ્યો. સૌથી પહેલાં “અષ્ટાંગ પદયુક્ત નાન્દી થઈ, અને તેના પછી “અનુકૃતિ રજૂ થઈ, અને તે અનુકૃતિમાં દેવોને દૈત્ય ઉપરને વિજય, તેમનું પરસ્પર કુદ્ધ સંભાષણ (સર), પલાયન (વિદ્રવ), શસ્ત્રોને લીધે થયેલી ચીરફાડ (છે- હવ) તથા મલ્લયુદ્ધ (મેગાવ) જેવાં દશ્યો યોજવામાં આવ્યાં હતાં (અન્યત્ર અમૃતમંથનને પ્રયોગ ઉલ્લેખાય છે). આ સમવકાર ના સાક્ષાત બ્રહ્માએ જ ગ્રથિત કર્યું હતું. આ નાટકમાં દેવને આનંદ આપી તેમનામાં ઉત્સાહ નિર્માણ કરવાની શક્તિ હોવાને લીધે જ બ્રહ્માએ ભરતને તેને પ્રયોગ કરવાની આજ્ઞા આપી.૩૭ પછી બ્રહ્માની આજ્ઞાથી ભરત પિતાને નટવર્ગ શિવના નિવાસસ્થાને લઈ ગયા, અને વૃક્ષરાજી, કન્દરાઓ, અને નિઝરોથી રમ્ય એવી હિમાલયની પૃષ્ઠભૂ ઉપર, આરંભમાં પૂર્વ રંગ કરી, પછી ત્રિપુરદાહ નામના હિમને પ્રયોગ તેમણે શિવ સામે કરી બતાવ્યું. 38 આ ઉપરાંત, પતંજલિના વ્યાકરણમહાભાષ્યમાં કંસવધ” અને “બલિબંધ એ બે મૂકનાટયોના દશ્યપ્રગાનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. આ ઉલ્લેખ ઉપરથી એમ જણાય છે કે આરંભના નાટયપ્રનું સ્વરૂપ લગભગ “દેવાસુરધ%' જેવું હોવું જોઈએ. આ સંબંધમાં ભરત એમ કહે છે કે પ્રયોગ જોયા પછી દેવો ખુશ થયા, પણ અસુરો ખૂબ જ ગુસ્સે થયા. તેનું કારણ એ હેવું જોઈએ કે દાનવને તેમાં પરાભૂત થયેલા બતાવવામાં આવ્યા હતા, પણ આપણે એમ પણ કલ્પના કરી શકીએ કે જે નટોએ અસુરેનો ભાગ ભજવ્યો હતે તેમણે પિતાના અભિનય દ્વારા હાંસી ઉડાવી, સ્વર્ગસ્થાનમાં ભેગા થયેલા પ્રેક્ષમાં હાસ્યનું મોટું મોજું ફેલાવ્યું તેવું જોઈએ ! ' અર્થાત આ કેવળ કલ્પના હોય તે પણ નિરાધાર કવિકલ્પના નથી. એક તે, પાત્રોની અસુરો તરીકે કઢગી અને વિચિત્ર રંગભૂષા (મેક–અ૫) કરવામાં આવી હેવી જોઈએ એમ માની શકાય, અને છેવટે નાટકની પરિણતિ અસુરોના પરાભવમાં અને નાશમાં થાય છે. એ દયાનમાં લેતાં, એ દશ્યમાં નટ પિતાના અભિનય દ્વારા અસુરની હાસ્યાસ્પદતા કેવી રીતે વધારી શકે એ સમજી શકાય તેમ છે (પરાભૂત વ્યક્તિની હાસ્યાસ્પદતા એ સામૂહિક માનસશાસ્ત્રમાં પરિચિત