________________ વિદુષક છે. આગળ જતાં જ્યારે આ નાટકે પાછળની ધાર્મિક પ્રેરણું નાશ પામી, ત્યારે તેમાંના કેટલાક પાત્રાનું લૌકિક રૂપાન્તર થયું, અને પ્રતિસ્પધી માંથી બડાઈખોર સિપાઈ, અથવા ભિષકમાંથી તથાકથિત વૈદરાજ જેવાં પાત્રો અવતર્યા. મધ્યકાળમાં (ઈ. સ. 824-867) કેંન્ટન્ટીને પલના ચર્ચ હેઠળ કેલેન્સ નામને લોકપ્રિય ઉત્સવ ઉજવવાને બહાને ફસ્ટ ઓફ ફૂસ અથવા મૂર્ખાઓને મેળે' નામને ધાર્મિક તહેવાર ઉજવવામાં આવતું. તેને ઈતિહાસ પણ મનોરંજક અને ઉબેધક છે. . નાનામોટાં ચર્ચમાં આ તહેવાર ઉજવવામાં આવતું. તેમાં ભાગ લેનારા ધર્મોપદેશકે અધિકારની દૃષ્ટિએ નીચલા દરજ્જાના, અને ખરી રીતે તે, ગામડામાંના ખેડૂત વર્ગના જ હતા. આ તહેવારોને ખર્ચ ચર્ચના પૈસામાંથી, અને પ્રેક્ષકે પાસેથી લેવામાં આવતા ધાર્મિક કારમાંથી કરવામાં આવતું. મુખ્ય સમારંભમાં મૂખઓને પ્રમુખ ધર્મોપદેશક ચૂંટવાને કાર્યક્રમ કરવામાં આવતા. ધર્મોપદેશકે વિદૂષકી પોશાક પહેરતા, જ્યારે સામાન્ય માણસે ધાર્મિક વસ્ત્રો પહેરતા. સમારંભમાંના પ્રચલિત રિવાજે સ્વછન્દી અને કઈ પણ મર્યાદા વિનાના હતા. આ ધર્મોપદેશકે સ્ત્રીઓના અથવા ભાટનાં કપડાં પહેરી ગમે તેવાં ગીતે ગાતા, પ્રત્યક્ષ ધર્મકાર્ય વખતે પણ વિચિત્ર બનાવટી મોઢાં પહેરી આવતા, પ્રાર્થના ચાલતી હોય ત્યારે વેદી ઉપર બેસીને ખાદ્ય પદાર્થો ખાતા, પાસા રમતા, જૂના જેડાઓના તળિયાઓ બાળી ધૂમાડે કાઢતા, તેમજ ચર્ચમાં આમતેમ દેડતી. અંતમાં ગંદા કપડાં સાથે જ તેઓ ગાડીમાં બેસતા અને આખા ગામમાં તેમનું સરઘસ કાઢવામાં આવતું. અર્થાત તેમને જેવા એકઠા થયેલા લોકો સામે ભવાઈમાં શોભે તેવી હિલચાલ તેઓ કરતા, અને અશ્લીલ ગીત ગાઈ લોકેમાં હાસ્ય. નિર્માણ કરતા. આ બધી વસ્તુઓને માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીએ તે. ધાર્મિક જીવનમાંના કઠોર નિયમો અને વિધિવિધાનોની એક સ્વાભાવિક પ્રતિ ક્રિયા આપણને તેમાં જણાશે. આમ ધાર્મિક ઉત્સવોને વિડંબન સ્વરૂપ કેવી રીતે અને કેમ પ્રાપ્ત થયું તે આપણે જાણી શકીએ. ધર્મમંદિરોમાં ચાલતાં આ ધતિંગેની પહેલાં ખૂબ ટીકા થઈ, પણ તેમાં કપ્રિયતાને અંશ મુખ્ય હેવાને કારણે ઉત્સવોની ઉજવણી બંધ કરવી અશક્ય હતી. કેવળ નીચલા દરજજાના ધર્મોપદેશકે જ નહીં પણ સામાન્ય લોકે પણ આવા કાર્યક્રમોને એક સ્વાભાવિક મનોરંજન તરીકે માનતા. અને ચડસાચડસી - સાથે તેમાં ભાગ લેતા.