________________ 38 આપણું નાટકનું મૂળ રહેલું છે ! “મહાવ્રત'ના સમારંભમાં શ્વેતવર્ણ વૈશ્ય અને કૃષ્ણવર્ણ શુદ્રને ચાલતા ઝઘડે, અથવા તે યજ્ઞમંડપમાં વિશિષ્ટ સ્થાને ઊભા રહીને અપાયેલી બ્રહ્મચારી અને પુંથલીની ગાળા, તથા સમક્રયણમાં સોમવલ્લીને ભાવ નક્કી કરવા માટે ચાલતી રકઝક અને અંતે બિચારા સમ વેચનારને પડતે. માર—આ બધી ક્રિયાઓ પ્રતીકાત્મક હોઈ તેમાંના નાટયાત્મક અંશે જે ખિલવવામાં આવે નહીં, તે તે ક્રિયાઓ થઈ શકે જ નહીં. છતાં પણ ધાર્મિક ક્રિયાઓને નાટયાત્મક રીતે ખિલવવી, અને તેઓનું વિડંબન કરવું એ બેમાં ફરક છે. આમ, સંસ્કૃત નાટકની ઉત્ક્રાંત્તિમાં ધાર્મિક વિધિઓમાં રહેલું નાટયતત્વ વિડંબનરૂપે નહીં, પણ કેવળ અનુકૃતિ દ્વારા ચોક્કસ મદદરૂપ થયું હોવું જોઈએ. દા.ત. બ્રહ્મચારી અને પુંથલીના સંવાદમાં જણાઈ આવતી એક સ્વાભાવિક વિસંગતિ ઉપરથી કદાચ અશ્વષને પોતાના નાટકમાં બ્રાહ્મણ અને ગણિકાને પ્રસંગ ચિતરવાની કલ્પના આવી હોય એ બની શકે, પણ તેને એ અર્થ નહીં કે આ પ્રસંગ દ્વારા ધાર્મિક વિડબન કરવાને તેને ઉદેશ હેય. સોમ વેચનારને પડતા મારમાં પણ વિવેદી પ્રસંગના નાટચ-બી રહેલાં હોય અને તેમાંથી શાકુંતલમાંને વિદૂષકને વિશિષ્ટ પ્રસંગ– કે જેમાં દાસી અથવા ઇન્દ્રસારથિ માતલિને ભાર વિદૂષકને ખાવા પડે છે-નિર્માણ થયે હેય એ અશક્ય નથી. ઋવેદના એક સક્તમાં સેમ પીને મત્ત બનેલા ઇંદ્રનું વર્ણન છે, તે ઉપરથી નાટકમાં દારૂડિયાનું પાત્ર ચિતરવાની કલ્પના લેખકને આવી હોય એ બની શકે. ટૂંકમાં, ધર્મવિધિઓના અનુષ્ઠાનમાંથી વિવિધ નાટય પ્રસંગે નિર્માણ કરવાનું લેખકને સૂઝયું હોય એમ આપણે કહી શકીએ. તેમાં વિડંબનનો પ્રશ્ન ઉદ્ભવ જ નથી. તેથી સંસ્કૃત નાટકના વિકાસમાં યજ્ઞ અથવા ધર્મવિધિઓનું વિડંબન સંશયાસ્પદ હોય તે પણ ધાર્મિક કલ્પનાઓની અસર નાટક ઉપર મોટા પ્રમાણમાં થઈ હોવી જોઈએ એ બદલ શંકા નથી. ભારતના નાટયશાસ્ત્રમાં જે નાટયપ્રયોગોનાં નામો આવે છે, તેમ જ પતંજલિએ જે નાટકે મહાભાષ્યમાં ઉલેખ્યાં છે તે ઉપરથી નાટયકલાને આરંભ દેવવિષયક નાટક દ્વારા થયો હોય એમ આપણને જણાય છે. (પ્રાદેશિક નાટકોને ઈતિહાસ જોઈએ તો પણ પ્રારંભમાં દેવવિષયક જ નાટક ભજવવામાં આવતાં). ભરત સૌથી પહેલા નાટયપ્રગના ઉપદેશક અને સુત્રધાર હતા. આ નાટયપ્રગમાં ભારતના પુત્રોએ તથા અપ્સરાઓએ ભાગ લીધે, અને દેવાદિકે પ્રેક્ષક બન્યા, એ નાટ્યશાસ્ત્રની માહિતીને ટેકે આપ પુરાવો કાલિદાસના વિક્રમોર્વશીયમ્