________________ વિદુષક ઉપયોગ કરવો જોઈએ. એ ઉપરાંત બ્રાહ્મણ વિદૂષક પ્રાકૃત બેલે એમાં જણાતી. એક પ્રકારની વિસંગતિને લીધે તેના વિનેદમાં વધુ રંગ ચડે છે. આ સાથે વિદૂષકની બીજી વિશેષતાઓ પણ સમજાવી શકાય તેમ છે. બ્રાહ્મણ હેવાને લીધે તે ખાઉધરે છે, બીકણ છે. બ્રાહ્મણે ભેજનપ્રિય હોય છે. તેમનું શૌર્ય ખાલી જીભમાં જ હોય છે એમ ભવભૂતિ જેવા નાટકકાર આપણને કહે છે. 21 વિદૂષકને શારીરિક વિકૃતિ વારસામાં મળી હોય એમ લાગે છે. અથવા તે, તે રંગભૂમિ ઉપર હાસ્ય નિર્માણ કરવાના એક નિશ્ચિત સાધન તરીકે પ્રચારમાં આવી. હેવી જોઈએ. વિદૂષકની આ વિવિધ વિશેષતાઓ નાટકકારોએ હંમેશા પોતાના નાટકમાં ચિતરી હેવાને કારણે તેમને એક પ્રકારનું એક સ્વરૂપે પ્રાપ્ત થયું. અને સંસ્કૃત નાટકમાં વિદૂષક એક રૂઢ પાત્ર બન્યું એમ આપણે કહી શકીએ. આ પ્રકરણમાંના વિવેચનને ટૂંક સાર આ પ્રમાણે છે. (1) સંસ્કૃત સાહિત્ય તથા ભરતના નાટયશાસ્ત્રને અભ્યાસ કરીએ, તે એમ જણાઈ આવે છે કે સંસ્કૃત નાટકનો આરંભ દેવાસુરઇન્દ્રના પ્રયોગરૂપે થયો. તે વખતે અસુરપાત્રના વિકૃત અને વિદી રૂપમાંથી હાસ્ય નિર્માણ થતું. (2) ધાર્મિક કલ્પનાઓ અને વિધિએની નાટકના વિકાસ ઉપર મોટી અસર થઈ, પણ તે વિડંબનાત્મક રીતે નહીં. પહેલી અવસ્થામાં નાટકે દેવવિષયક હતાં. તેમાં દેનાં પરાક્રમે વર્ણવવામાં આવતાં, અને તેમને સ્તુતિગર્ભ આવાહન કરવામાં આવતું. આ અવસ્થામાં હાસ્યની નિર્મિતિ અસુર પાત્ર દ્વારા અને બીજે પ્રકારે, એટલે કે પૂર્વગમાંના વિદૂષક દ્વારા થતી. (3) પછીની અવસ્થામાં પણ, જે કે નાટકનો વિષય દેવતાઓ વિશે જે હતે, છતાં તેમાં એક ફેર પડયો. આ અવસ્થામાં નાટકકારોએ માનવીય દષ્ટિકાણથી દૈવી પાત્રો ચિતરવાની શરૂઆત કરી. પિતાના નાટકમાં માનવીય ભાવનાઓ વર્ણવી રેજિંદા જીવનના પ્રસંગો ચિતરવાની પ્રવૃત્તિ લેખકેમાં જાગી. આ અવસ્થામાં દેવ-નાયકના સહચર તરીકે નારદ જેવું પાત્ર ચિતરવું લેખકે માટે શક્ય બન્યું. નારદ જ ભરતે વર્ણવેલ પહેલે વિદૂષક હોવો જોઈએ, એમ. લાગે છે. (4) નાટક જેમ વિકસતું ગયું, તેમ વધુ ને વધુ સામાજિક બનતું ગયું. આ કાળમાં પણ ધર્મની અસર ચાલુ રહી. આમ નાટકની કથાવસ્તુ સંપૂર્ણ રીતે સામાજિક બની હોય તે પણ પૂર્વરંગના સ્વરૂપે પણ ધાર્મિક વિધિ તે આરં. ભમાં કરવામાં આવતી જ. ઉપરાંત, ધાર્મિક તથા સામાજિક પ્રસંગમાં તેમ જ