________________ વિદૂષકનું રૂપ વિદૂષકનું રૂપ કેવું હોવું જોઈએ તેનું વર્ણન ભરતે પેતાના નાટયશાસ્ત્રમાં આપ્યું છે. તે પ્રમાણે વિદૂષક ઠીંગણે હેય છે. તેના દાંત આગળ પડતા હોય છે. તેની પીઠમાં ખૂંધ હોય છે, અને માથે ટાલ હોય છે. તેની આંખે લીલાશ પડતી હોય છે. ટૂંકમાં, વિદૂષક દેખાવમાં વિકૃત અને કદરૂપ છે. * પછીના શાસ્ત્રકારોએ વિષકના સ્વરૂપ બદલ કંઈ જ કહ્યું નથી. શારદા તન એ વિષયની ચર્ચા કરી હોય, તે પણ તેમાં તેણે ભરતનું જ અનુકરણ ઓછાવત્તા પ્રમાણમાં કર્યું છે. શારદાતનયના વર્ણન પ્રમાણે વિદૂષક ટાલવાળે. અને લાલ આંખેવાળ હેય છે. તેના બરડા ઉપર એક મોટું હાડકું હોય છે. વાળ લાલાશ પડતા પીળા (પિતા) અને દાઢી લીલાશ પડતી પીળા રંગની હોય છે. એમ શારદાતનય વધુમાં જણાવે છે. વિસંગતિ જણાય છે, પણ એ પ્રકારની વિસંગતિ ભરતના નાટયશાસ્ત્રમાં પણ જોવા. મળે છે. ભરતે પણ વિદૂષકને એક ઠેકાણે ટાલવાળા કહીને, અન્યત્ર તેના વાળ વાર જેવા હોય છે એમ કહ્યું છે. અભિનવે આપેલ વાપરની સમજૂતી પ્રમાણે, માથા ઉપરના વાળ સાફ કરી, બંને બાજુએ કાન ઉપર જુલફાં છોડવામાં આવતાં હોય એમ લાગે છે કે તેથી તેઓ કાગડાના પદચિહ્ન (A) જેવાં જણાય છે. આ અર્થ જે બરાબર હોય તે વસ્તૃતિ અને વિરાઃ એ બે વિશેષણેમાંની વિસંગતિ દૂર કરી શકાય. અર્થાત પાઠાન્તર ઉપરથી એમ કહી શકાય કે, વિદૂષકની ‘ટાલવાળી' અથવા તે “કાકપદવાળવાળી' કેશરચના કરવામાં આવતી ! છે. જો કે વિભૂષિતવર: એ અન્ય પાઠ ઉપલબ્ધ હોય તે પણ વાનર ને રૂપ જોડે કોઈ સંબંધ ન હોવાને લીધે તે પાઠ ગ્રાહ્ય નથી, છેદ શબ્દને, અર્થ રંગલેખાઓ થાય છે. વિદૂષકની રંગભૂષામાં, રંગ ચડતી વખતે તેના મુખ ઉપર વિવિધ રંગની રેખાઓ દોરવામાં આવતી. કેરળ રંગભૂમિ ઉપર વિદૂષકની રંગભૂષા આ પ્રકારે જ કરવામાં આવે છે, એ અમે અન્યત્ર આપેલ ચિત્ર